ગુજરાત/ રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગાહી આપતા જણાવ્યું છે કે, રાજયમાં આજથી ત્રણ દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે.

Top Stories Gujarat Others
1 289 રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી આપતા જણાવ્યું છે કે, રાજયમાં આજથી ત્રણ દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો – રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર /  શહેરના પાણીના મુખ્ય સ્ત્રોત સમાન ન્યારી બાદ આજી ડેમ છલકાયો

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ હાથતાળી આપી રહ્યો છે. રાજ્યનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનાં કહેવા પ્રમાણે, 19થી 21 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન અનેક ઠેકાણે ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. આજની સ્થિતિની વાત કરીએ તો આજે વરસાદની 20 ટકા ઘટ હોવાની જાણકારી સામે આવી રહી છે. વળી આજથી ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યુ છે. મંગળવાર સુધી આ ઓરેન્જ એલર્ટ યથાવત રહેશે. આપને જણાવી દઇએ કે, પંચમહાલ,મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભાવનગર, સુરત, વડોદરા,નર્મદા,નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો – ફ્લોરિડા / SpaceX એ રચ્યો ઈતિહાસ, અવકાશની યાત્રા કરી પરત ફર્યા 4 સામાન્ય નાગરિક, Video

આપને જણાવી દઇએ કે ,દક્ષિણ ગુજરાતનાં સુરત, નવસારી અને તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રનાં રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ,ભાવનગર, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે. રાજ્યમાં મેઘમહેર યથાવત છે ત્યારે ગઈકાલે રાજ્યમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ભાવનગરમાં સૌથી વધુ અઢી ઈંચ, રાજકોટનાં ધોરાજીમાં અઢી ઈંચ જ્યારે પોરબંદરના કુતિયાણામાં સવા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…