પશ્ચિમ બંગાળમાં ઇન્ડિયા ગઠબંધનને લઈને જે અટકળો લગાવવામાં આવી રહી હતી તે સાચી સાબિત થઈ છે. રાજ્યની સત્તાધારી પાર્ટી TMC આગામી લોકસભા ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડશે. આજે એક જાહેર સભા દરમિયાન પાર્ટીએ 42 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ ચાર વર્તમાન સાંસદોની ટિકિટ રદ કરી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અધીર રંજન ચૌધરી સામે પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને તક આપવામાં આવી છે.
TMC ટિકિટોની વહેંચણી બાદ અધીર રંજન ચૌધરીએ મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા છે. અધીર રંજને કહ્યું કે મમતા બેનર્જી પોતે ઈન્ડિયા એલાયન્સના પ્રવક્તા તરીકે ઓળખાતા હતા. આજે તેમણે સાબિત કર્યું કે ભારતમાં કોઈપણ રાજકીય પક્ષ મમતા જેવા નેતા પર વિશ્વાસ ન કરે તો સારું. મમતા બેનર્જીના શબ્દોનો કોઈ અર્થ અને મહત્વ નથી. મમતાની વિચારસરણીમાં કાયરતા અને ચાલાકી છે. તેમના પર વિશ્વાસ ન કરવો તે વધુ સારું છે.
મમતાએ બીજેપીને મોકલ્યો સંદેશ- અધીર રંજન
અધીર રંજને કહ્યું કે મમતાને ડર છે કે જો ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થશે તો તેણે મોદી સાથે લડવું પડશે. જો આવું થશે તો મોદીજી ED/CBIને તેમના ઘરે મોકલશે. જો આમ થશે તો TMC પાર્ટી પર ખતરો વધી શકે છે. તેમને લાગે છે કે પીએમ નારાજ ન થાય તે માટે તેમણે પોતાને ગઠબંધનથી અલગ કરી લેવું જોઈએ. મહાગઠબંધનથી અલગ થઈને સંદેશ આપવામાં આવ્યો છે કે હું મહાગઠબંધનમાં નથી, મારાથી નારાજ ન થાઓ અને હું ભાજપ સામે લડી રહ્યો નથી.
કોંગ્રેસના નેતા યુસુફ પઠાણ પર પણ બોલ્યા
તેમની સામે યુસુફ પઠાણને મેદાનમાં ઉતારવા પર કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ તેમની સ્વતંત્રતા છે. તેમણે કહ્યું કે ટીએમસીના લોકો કહી રહ્યા છે કે આ રીતે તેઓ યુસુફ પઠાણનું સન્માન કરી રહ્યા છે. જો તેઓ યુસુફનું સન્માન કરવા માંગતા હોત તો થોડા દિવસ પહેલા યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં તેમને ટિકિટ આપી હોત. બંગાળમાં બહારના લોકોને રાજ્યસભાના સાંસદ બનાવાયા છે, તો યુસુફ પઠાણને પણ બનાવી શકાયા હોત. તેમણે કહ્યું કે જો મમતાએ યુસુફ પઠાણ વિશે કંઈ સારું વિચાર્યું હોત તો તેમણે ઓછામાં ઓછા ગુજરાતમાં મહાગઠબંધન પાસે સીટની માંગ કરી હોત.
આ પણ વાંચો:રાજસ્થાનમાં આવતીકાલે સવારથી 48 કલાક બંધ રહેશે પેટ્રોલ પંપ, જાણો કેમ થઈ રહી છે હડતાળ
આ પણ વાંચો:NDA માં ચંદ્રબાબુ નાયડુની ફરીથી એન્ટ્રી, આંધ્રપ્રદેશમાં ડીલ થઈ ફાઇનલ, જાણો શું છે ફોર્મુલા?
આ પણ વાંચો:TMCના લોકોને ભત્રીજાની અને કોંગ્રેસને દીકરા-દીકરની ચિંતા, PM નરેન્દ્ર મોદીનો પરિવારવાદ પર પ્રહાર
આ પણ વાંચો:ગૃહમંત્રી અમિત શાહે લાલુ યાદવને આપી ચેતવણી, કહ્યું- જમીન પર અતિક્રમણ કરનારાની ખેર નહીં