Marriage/ ગેંગસ્ટર અને લેડી ડોનના લગ્ન, 200 પોલીસ બંદોબસ્તમાં ગોઠવાશે

હરિયાણાના સોનીપતના કાલા જઠેડી પર અગાઉ સાત લાખના ઈનામની પણ જાહેરાત થઈ હતી. દિલ્હીની કોર્ટે તેને લગ્ન માટે છ કલાકના પેરોલ આપ્યા છે. તેની ભાવિ પત્ની અનુરાધા ઉપર પણ અનેક ગુના દાખલ થયેલા છે. એક પોલીસ અધિકારીનું કહેવું છે કે કાલા જઠેડી…

Top Stories India
Beginners guide to 2024 03 10T174713.927 ગેંગસ્ટર અને લેડી ડોનના લગ્ન, 200 પોલીસ બંદોબસ્તમાં ગોઠવાશે

@ નિકુંજ પટેલ

Haryana News: ગેંગસ્ટર સંદીપ ઉર્ફે કાલા જઠેડી અને દ્વારકામાં રહેતી લેડી ડોન અનુરાધા ચૌધરી 12 માર્ચના રોજ લગ્ન થવાના છે. અનુરાધા ચૌધરી મેડમ મિંજના નામે પણ ઓળખાય છે. હાલમાં જેલમાં બંધ કાલા જઠેડીને દિલ્હીની એક કોર્ટે લગ્ન માટે છ કલાકના પેરોલ આપ્યા છે. કહેવાય છે કે ચાર રાજ્યોની પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓ આ લગ્ન પર નજર રાખી રહી છે. લગ્ન દરમિયાન 200 પોલીસ હાજર રહેશે.

આ લગ્ન માટે દ્વારકા સેક્ટર-3માં એક બેંક્વેટ બુક કરાવવામાં આવ્યો છે. જે સંદીપના વકીલે 51,000 રૂપિયાં બુક કરાવ્યો છે. લગનમાં હાઈટેક શસ્ત્રો રાખતા સ્વાત (સ્પેશિયલ વેપન્સ એન્ડ ટેક્નિક્સ) કમાન્ડો સાથે 250 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં હાજર રહેશે. જેમાં વિશેષ સેલ, ક્રાઈમ બ્રાંચ અને હરિયાણાની સીઆઈની ટીમો સામેલ હશે.

આ લગ્નમાં અંદાજે 150 મહેમાનો સામેલ થશે. કાલા જઠેડીના પરિવાર અને મહેમાનોનું લિસ્ટ પોલીસને સોંપી દેવામાં આવ્યું છે. લગ્ન દરમિયાન વેઈટરો અને અન્ય કર્મચારીઓને ઓળખપત્ર આપવામાં આવશે.

સંદીપ ઉર્ફે કાલા જઠેડી હાલમાં તિહાર જેલમાં બેધ છે. અગાઉ તે હરિયાણા પોલીસની કસ્ટડીમાંથી ભાગી ચુક્યો છે અને તેણે દિલ્હી પોલીસની કસ્ટડીમાંથી પોતાના સાગરીતને ભગાડવાનું કાવતરૂ પણ ઘડ્યું હતું.

હરિયાણાના સોનીપતના કાલા જઠેડી પર અગાઉ સાત લાખના ઈનામની પણ જાહેરાત થઈ હતી. દિલ્હીની કોર્ટે તેને લગ્ન માટે છ કલાકના પેરોલ આપ્યા છે. તેની ભાવિ પત્ની અનુરાધા ઉપર પણ અનેક ગુના દાખલ થયેલા છે. એક પોલીસ અધિકારીનું કહેવું છે કે કાલા જઠેડી ફરીદાબાદ કોર્ટ લઈ જતી વખતે હરિયાણા પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. તેની ગેંગના માણસોએ પોલીસને ઘેરી લીધી હતી અને તેમની પર ગોળીઓ ચલાવી હતી.

જેમાં એક પોલીસ કર્મચારી ઘાયલ પણ થયો હતો2012માં જઠેડી પોતાના સાગરીતો સાથે દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં ગોળીબાર કર્યો હતો અને દિલ્હી પોલીસની કસ્ટડીમાંથી કુલદીપ ફજ્જા નામના શખ્સને છોડાવવામાં સફળ રહ્યો હતો. જોકે બાદમાં ફજ્જા દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ સાથેના એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ President Election/ આસિફ અલી ઝરદારી પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ બન્યા

આ પણ વાંચોઃ Hit And Run/ રાજ્યમાં જુદા જુદા સ્થળે હિટ એન્ડ રનથી મોતના બનાવો