ગીરના ગઢડામાં અસામાજિક તત્વોને પોલીસનો પણ ડર નથી રહ્યો. ત્યારે આવી જ એક ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે જેમાં એક કારચાલક દ્વારા પોલીસને પર ગાડી ચડાવતો વિડિયો સામે આવ્યો છે.
અજાણ્યા શખ્સો દ્વારા જાણી જોઇને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ કારચાલકે ગાડી આગળ લીધી અને ત્યારબાદ મોટો રિવર્સ આપતા પોલીસની બાઇકને અડફેટે લીધી હતી. સદભાગ્યે આ બાઇકચાલકના જીવ બચ્યા હતા અને બાઇકના ભુકેભુકા નીકળી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે સાંજના સુમારે રોડ વચ્ચે ગાડી રાખવાના મુદ્દે ચાલક અને પોલીસ વચ્ચે માથાકૂટ થઇ હતી. ત્યારે કારચાલક ગાડી લઇને ભાગી જતા પોલીસે પીછો કર્યો હતો. ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.