Khalistani terrorist/ ‘વર્લ્ડ કપની મેચમાં ખાલિસ્તાની ઝંડો ફરકાવીશું’

ગુજરાતીઓ મુખ્યત્વે તો બોલિવૂડ હીરોઇન તાપસી પન્નુને જાણે છે, બોલિવૂડની આ કુડી ગુજરાતીઓના દિલોમાં રાજ કરે છે, પણ હવે ગુજરાતીઓનો બીજો પરિચય એક અલગ જ પ્રકારના પન્નુ સાથે થયો છે, આ પન્નું છે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નુ.

Top Stories Gujarat
Mantavyanews 14 6 'વર્લ્ડ કપની મેચમાં ખાલિસ્તાની ઝંડો ફરકાવીશું'

અમદાવાદઃ ગુજરાતીઓ મુખ્યત્વે તો બોલિવૂડ હીરોઇન તાપસી પન્નુને જાણે છે, બોલિવૂડની આ કુડી ગુજરાતીઓના દિલોમાં રાજ કરે છે, પણ હવે ગુજરાતીઓનો બીજો પરિચય એક અલગ જ પ્રકારના પન્નુ સાથે થયો છે, આ પન્નું છે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નુ.

પાકિસ્તાનની આઇએસઆઇના ખીલે બંધાયેલું આ નવું પ્રાણી હમણાથી ઘણી ઉછળકૂદ કરી રહ્યુ છે. શીખ ફોર જસ્ટિસ સંગઠન ખોલીને પાકિસ્તાની રૂપિયે ભારતમાં જ જન્મીને ભારતીય પાસપોર્ટ પર અમેરિકા જઇને ભારત સામે જ ઝેર ઓકનારા આ ખાલિસ્તાની પન્નુના દિવસ ભરાઈ ગયા લાગે છે. તેણે તાજેતરમાં હિંદુઓને કેનેડા છોડી જતાં રહો તેવું નિવેદન કર્યુ હતુ. હવે તેણે અમદાવાદમાં રમાનારી મેચમાં ખાલિસ્તાની ઝંડા ફરકાવવામાં આવશે તેવી ધમકી આપી છે.

અમદાવાદમાં સાઇબર ક્રાઇમે ખાલિસ્તાની પન્નુ સામે એફઆઇઆર નોંધી છે. તેની સામે નફરત અને દેશની સુરક્ષાને હાનિ પહોંચાડવાના આરોપમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તેણે ધમકીભર્યો વિડીયો મોકલીને જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી તમે નિજ્જરની હત્યા માટે જવાબદાર છો અને શીખ ફોર જસ્ટિસ આ હત્યાનો બદલો લેશે.

ગુરપતવંતસિંહ પન્નુએ જણાવ્યું હતું કે અમદાવાદમાં છ ઓક્ટોબરો યોજાનારી વર્લ્ડ કપની મેચ અમારુ લક્ષ્ય હશે. પન્નુએ અગાઉ અગાઉ 15 ઓગસ્ટ અને જી20 સમયે પણ તેની કાયર ધમકીઓ આપી હતી. આ ઉપરાંત પન્નુએ ભારત-પાક મેચને નિશાન બનાવવાની વાત કરી છે.

અમદાવાદ પોલીસના સાઇબર સેલે ગુરપતવંત પન્નુ સામે મેચમાં અડચણ ઊભી કરવાની ધમકી બદલ એફઆઇઆર નોંધી છે. ભારત સરકારે પન્નુને આતંકવાદી જાહેર કર્યા છે. અગાઉ એનઆઇએએ ચંદીગઢમાં પન્નુની સંપત્તિ જપ્ત કરી હતી. કેનેડામાં હિંદુઓને દેશ છોડવાની પન્નુએ ધમકી આપ્યા બાદ એનઆઇએ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ કાર્યવાહી/ PSI અને રાઇટરને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ફફડાટ, કેમ કર્યા સસ્પેન્ડ?

આ પણ વાંચોઃ Newspaper/ ખોરાકને પેક કરવા માટે અખબારનો ઉપયોગ બની શકે છે મોટી બીમારીનું કારણ

આ પણ વાંચોઃ Amit Shah-Guj/ કેન્દ્રીય પ્રધાન અમિત શાહ ગુજરાતમાં, 1,700 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

આ પણ વાંચોઃ Pakistan/ બલૂચિસ્તાનમાં ઈદ-એ-મિલાદના જુલૂસમાં બોમ્બ બ્લાસ્ટ, 25 લોકોના મોત