કાર્યવાહી/ PSI અને રાઇટરને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ફફડાટ, કેમ કર્યા સસ્પેન્ડ?

જોડિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રવિરાજસિંહ ગોહિલ અને તેના રાઈટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Top Stories Gujarat Others
Mantavyanews 32 4 PSI અને રાઇટરને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ફફડાટ, કેમ કર્યા સસ્પેન્ડ?
  • જામનગરમાં PSI અને રાઇટર સસ્પેન્ડ
  • PSI R.D ગોહિલ, રાઇટર રવિ મઢવી સસ્પેન્ડ
  • તાત્કાલિક અસરથી કરવામાં આવ્યા સસ્પેન્ડ
  • SP પ્રેમસુખ ડેલું દ્વારા કરવામાં આવી  કાર્યવાહી

Jamnagar News: હાલ જામનગરથી મોટા સમાચાર મળી રહ્યા છે. જોડિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રવિરાજસિંહ ગોહિલ અને તેના રાઈટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે સાથે અન્ય ચાર પોલીસકર્મીઓની પોલીસ હેડકવાટર બદલી કરાયા છે.  જિલ્લા પોલીસવડાના આ આકરા પગલાથી પોલીસ બેડા સહીત જિલ્લાભરમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.

બન્યું એવું કે, જોડિયાના એક નાગરિકની ખોટી રીતે હેરાનગતી જાતીય સતામણી કરવામાં આવી હતી. PSI આરડી ગોહિલ જાતીય સતામણી કરી જેતે પીડિતને પરેશાન કર્યા હતા. જે બાબતની જિલ્લા પોલીસવડા સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને SPએ જોડિયા પોલીસ સ્ટેશન PSI ગોહિલ અને તેમના રાઈટરને સસ્પેન્ડ કરી દેવાયા છે. તેમજ અન્ય ચારની બદલી કરી દીધી છે.

આપને જણાવી દઈએ કે, જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI આરડી ગોહિલ અને તેમના રાઈટર રવિ મઢવીને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંએ સસ્પેન્ડ કરી દીધા છે. જયારે જોડિયા ટાઉન પોલીસ દફતરમાં જ ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નીકુલસિંહ વિક્રમસિંહ જાડેજા, ગીરીરાજસિંહ ગંભીરસિંહ જાડેજા, હરવિજયસિંહ જશવંતસિંહ જાડેજા અને ડ્રાઈવર કોન્સ્ટેબલ દીવ્યરાજસિંહ જટુભા જાડેજાની તાત્કાલિક અસરથી જીલ્લા પોલીસ હેડ ક્વાટર ખાતે બદલી કરી દેવામાં આવી છે.

જિલ્લા પોલીસ વડાએ જાહેર કર્યું છે કે, જોડિયા પોલીસમથકનો જાતીય સતામણીનો એક મામલો ધ્યાન પર આવ્યો હતો, જેમાં જેઓ વિરુદ્ધ ગંભીર એલિગેશન બહાર આવ્યા હતાં તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જેઓ આ મામલામાં ક્યાંક ને ક્યાંક ચિત્રમાં આવેલાં હોવાનું જાણવા મળે છે તેઓની બદલીઓ કરી નાંખવામાં આવી છે.


આ પણ વાંચો:દાંતના ડોક્ટર કે દાનવ? ચોટીલામાં પાંચ વર્ષના બાળકની ટ્રીટમેન્ટ સમયે કરી આવી મોટી ભૂલ

આ પણ વાંચો:બળજબરીથી ભગાડી જઈ યુવકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાએ ગટગટાવ્યું એસિડ

આ પણ વાંચો:પત્નીની સારવારના નામે જામીન મેળવી ફરાર ડ્રગ્સ માફિયા ઝડપાયો

આ પણ વાંચો:જાણો ગાંધીધામ પોલીસે પકડેલા 800 કરોડના કોકેન મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું