@અમિત રૂપાપરા
ગાંધીધામ પોલીસને અંદાજિત 800 કરોડ રૂપિયાની કિંમતનું 80 કિલો કોકેન પકડવામાં મોટી સફળતા મળી છે. ત્યારે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગાંધીધામ પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ ઉપરાંત તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, વર્ષો વર્ષ દરમિયાન પંજાબ અને મહારાષ્ટ્ર પોલીસે જેટલું ડ્રગ્સ નથી પકડ્યું એટલું ડ્રગ્સ ગુજરાત પોલીસે બે મહિનામાં પકડ્યું છે.
મીડિયા સાથેની વાતચીતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ડ્રગ્સ સામેની લડાઈમાં ગુજરાત પોલીસ હંમેશા અગ્રેસર હોય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં ડ્રગ્સ સામે જે પ્રકારે જે પ્રકારે હલ્લાબોલ બોલાવવામાં આવ્યો છે. તેને લઈને આજે ગાંધીધામ પોલીસે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ગાંધીધામ પોલીસ દ્વારા 80 કિલો જેટલું કોકેન પકડવામાં આવ્યું છે. અનેક દિવસની મહેનત કરી ગાંધીધામ પોલીસ દ્વારા માહિતીના આધારે આ કોકીન કોણ લેવા આવે છે અને તેનો ડીલીવરી પોઈન્ટ શું છે. તેમાં ખૂબ જ સતર્કતાની કામગીરી કરી છે અને આજે ગાંધીધામ પોલીસને એક મોટી સફળતા મળી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ 80 કિલો કોકીનની કિંમત 800 કરોડ રૂપિયા ગણાવવામાં આવી રહી છે. એફએસએલના માધ્યમથી રિપોર્ટની અનુસાર આ કોકીન છે.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીધામ પોલીસે અને ગુજરાત પોલીસની આખી ટીમે જે પ્રકારે છેલ્લા બે વર્ષમાં ડ્રગ્સ સામેની કાર્યવાહી કરી છે અને કડકાઈ પૂર્વક કામગીરી કરી છે તે બદલ આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આખી ટીમને અભિનંદન આપ્યા છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા બે અઠવાડિયામાં પોરબંદર, અમદાવાદ અને સુરત સહિતના અનેક જિલ્લામાં આ જ પ્રકારે ડ્રગ્સ સામેની ચળવળ ચાલી રહી છે. ગુજરાત પોલીસે અનેક કેસોમાં સફળતા પ્રાપ્ત કરી છે અને એટલા માટે હું આખી ટીમને અભિનંદન આપું છું. ગણપતિ બાપાના આશીર્વાદ ગુજરાત પોલીસ પર હંમેશા બન્યા રહે અને આ જ પ્રકારે ગુજરાત પોલીસની ડ્રગ્સને લઈ કાર્યવાહી વધુમાં વધુ મજબૂત કરે તે પ્રકારે ભગવાન શ્રી ગણપતિના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે.
ગુજરાત પોલીસે ડ્રગ્સને લઈ કરેલી કાર્યવાહી બાબતે ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તમામ કેસોમાં ડાઉનથી લઈને અપ સુધી કેસોની તપાસમાં અનેક કેસો એવા છે કે, જેમાં સો ટકા લિંકો પકડવામાં આવી છે. જેમકે સુરતનો એક દાખલો હું આપું છું કે, ઓરિસ્સાના પાંડી બ્રધર્સ કે જે ગાંજાના સૌથી મોટા વેપારી ગણાય છે. સુરત પોલીસ આ કેસમાં મહિનાઓ સુધી રાત દિવસ મહેનત કરીને પાંડી બ્રધર્સ સુધી પહોંચી છે અને તેમની પ્રોપર્ટી પણ સીઝ કરવામાં આવી છે. અનેક પાકિસ્તાને આજે જેલના હવાલે બંધ. જે ડ્રગ્સ લઈને ભારત સુધી આવતા હતા તેમને પકડવામાં આવ્યા છે અને આ ખૂબ મોટી સફળતા છે. વર્ષો વર્ષમાં પંજાબ અને મહારાષ્ટ્ર જેટલું ડ્રગ્સ પકડ્યું એટલું ડ્રગ્સ આપણે માત્ર બે વર્ષમાં પકડ્યું છે અને અનેક ઇન્ટરનેશનલ આરોપીઓ આજે જેલના હવાલે બંધ છે.
આ પણ વાંચો:ધાનેરાના ધરણોધર ગામમાં બે જૂથ વચ્ચે માથાકૂટ, છૂટા હાથની મારામારીનો વીડિયો વાયરલ
આ પણ વાંચો:ઓખા નજીક દરિયામાંથી ઇરાની શખ્સો સાથે શંકાસ્પદ બોટ ઝડપાઇ
આ પણ વાંચો:ભાવનગરની આ હોસ્પિટલમાં મોદી રાત્રે ફાયરિંગ, શારીરિક સંબંધને લઈને ગોળીબાર
આ પણ વાંચો:માતા અને બાળકને મોત આપનાર તબીબો સામે પોલીસની લાલાઆંખ
