ChhotaUdepur News/ સંખેડાના ખૂનવાડ નજીક પ્લાસ્ટિકના કંતાનમા ભરી હત્યા કરેલી લાશને કોતરમા નાખી દીધી

જૂની અદાવતમા પહેલા મધ્યપ્રદેશમાં પિતાની હત્યાના આરોપીએ તેના પુત્રની પણ હત્યા કરી નાખી

Gujarat

ChhotaUdepur News : સંખેડા તાલુકાના ખૂનવાડ ગામે જૂની અદાવતમાં હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે..નાળામાંથી મળેલી લાશના ગુનામાં સંખેડા પોલીસ અને છોટાઉદેપુર એલ.સી.બી.એ ગણતરીના કલાકોમાં જ હત્યારાની ધરપકડ કરી છે.તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપીએ વર્ષો જૂની અદાવતના કારણે આ હત્યા અંજામ આપ્યો હતો. પહેલા પિતાની હત્યા કરી અને હવે પુત્રની હત્યા કરતા આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો છે

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ખુનવાડ ગામના કોતર પાસે સવારના સમયે એક પ્લાસ્ટિકના કંતાનમા લાશ પડેલી હોવાનું ગ્રામજનોને ધ્યાનમાં આવ્યુ ડ્રેનેજના સ્લેબ પરથી લાશ દેખાઈ રહી હતી, જેને લઈ લોકો ભેગા થયા અને પોલીસને જાણ કરવામાં આવી.

સંખેડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. પ્લાસ્ટિકના કંતાન ખોલી જોતા અંદર એક પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના કપડામાંથી આધાર કાર્ડ અને ચૂંટણી ઓળખપત્ર મળતા તેની ઓળખ વિરેન્દ્રસિંહ ચતરસિંહ કલેશ – મૂળ મધ્યપ્રદેશના ઓઝડ ગામના રહેવાસી તરીકે થઈ હતી મૃતકના માથા અને કાન નજીક ગંભીર ઈજાઓ જોઈને સ્પષ્ટ થયું કે આ હત્યા છે.

મૃતદેહને પી.એમ. માટે સંખેડા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ હત્યા થઈ હોવાની વાત નો ખુલાસો થયો જેના આધારે છોટાઉદેપુર એલ.સી.બી તેમજ સંખેડા પોલીસે ગુનાની તપાસને સાથે મળી તેજ બનાવી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વિરેન્દ્રના જ ગામનો બાટા ઉર્ફે સુરસિંગ રતનીયાભાઈ કલેશે આ હત્યા કરી હતી. આરોપીને પોલીસે મક્કમ પુરાવાઓના આધારે પકડી પાડ્યો છે.

પોલીસ દ્વારા પૂછપરછ કરી ત્યારે શરૂઆતમાં ગોળ ગોળ જવાબ આપ્યા પરંતુ પોલીસે સઘન પૂછપરછ કરતા આરોપીએ કબૂલ્યું કે કે સાતેક વર્ષ પહેલા વિરેન્દ્ર પર સુરસિંગની પત્ની સાથે અશોભનીય વર્તન અને બળાત્કારના પ્રયાસનો આરોપ લાગ્યો હતો. જે પછી સુરસિંગે વિરેન્દ્રના પિતા ચતરસિંહની હત્યા કરી જેલ ગયા હતા. જૂની અદાવતના પગલે અને બદલો લેવા માટે સુરસિંગે વિરેન્દ્રની પણ હત્યા કરી નાખી હતી.

છોટાઉદેપુર એલ.સી.બી અને સંખેડા પોલીસે તાત્કાલિક પગલાં લેતા હત્યાના ગુના મા ઝડપથી કાર્યવાહી કરી અને સફળતા મેળવી છે. આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે પોલીસ આગળ ની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:NEETમાં પાસ કરાવવાના કૌભાંડનો થયો પર્દાફાશ, વાલીએ CBI અને શિક્ષણમંત્રીને કરી ફરિયાદ

આ પણ વાંચો:મોરબી ઝુલતો પુલ દુર્ઘટના: સુપ્રીમકોર્ટે CBI તપાસ માંગતી અરજી દાખલ કરી

આ પણ વાંચો:સમગ્ર રાજ્યમાં ચાલતા મનરેગા કૌભાંડની CBI તપાસ કરાવો : અમિત ચાવડા