છેલ્લા અઠવાડિયા થી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 3 દિવસ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન, પાકિસ્તાનમાં સર્ક્યુલેશનની અસર ગુજરાતમાં 3 દિવસ જોવા મળશે. જાણવા મળી રહ્યું છે કે 32થી 40 પ્રતિ કલાક કિલોમીટરથી પવન ફૂંકાશે. ગુજરાત રીજીયન, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા બે દિવસોથી અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. ત્યારે આવનારા પાંચ દિવસ માં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરમાં પણ સતત પાંચ દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડશે.
