Ahmedabad News/ અમદાવાદ એરપોર્ટ પરથી શારજાહથી આવેલા મુસાફર પાસેથી પેસ્ટ સ્વરૂપે છુપાવેલું સોનું મળી આવ્યું

અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવેલી ફ્લાઇટના એક મુસાફર પાસેથી 495.04 ગ્રામ સોનું (gold) મળી આવ્યું

Gujarat Ahmedabad Breaking News
gold

Ahmedabad News:અમદાવાદ એરપોર્ટ પરથી સોનું (gold) જપ્ત કરવામાં આવ્યું છે. શારજાહથી આવેલી ફ્લાઇટના એક મુસાફર પાસેથી 495.04 ગ્રામ સોનું મળી આવ્યું છે. આ સોનાની કુલ બજાર કિંમત રૂ. 72,28,574 થાય છે.

અમદાવાદ એરપોર્ટ પરથી સોનું (gold) જપ્ત થયું 

આ કાર્યવાહી અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (Air Intelligence Unit) દ્વારા કરવામાં આવી છે. શારજાહથી આવેલી ફ્લાઇટના મુસાફરને રોકીને તપાસ કરવામાં આવી હતી. તપાસમાં મુસાફરની ટ્રોલી બેગ (trolley bag)માંથી સોનું મળી આવ્યું હતું. આ સોનું પેસ્ટ સ્વરૂપે બેગમાં છુપાવવામાં આવ્યું હતું. જેને લઈ કસ્ટમ્સ એક્ટ 1962 (Customs Act 1962) હેઠળ આરોપી મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અમદાવાદ કસ્ટમ્સ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: Operationસોનું Nexus: મુંબઈ એરપોર્ટ પર 5 કરોડનું સોનું જપ્ત, સ્ટાફ સહિત 7 ધરપકડ

આ પણ વાંચો: બે મહિનામાં ચાંદી ₹54,000 સસ્તી, સોનું પણ ₹22,000 ગગડ્યું; જાણો આજે 24 કેરેટ સોનુંPrice

આ પણ વાંચો: RBIએ Gold loan માટે નિયત મર્યાદા વધારી, નાના ગ્રાહકોને ફાયદો થશે