Ahmedabad News/ 29 અને 30 ઓક્ટોબરે ગુજરાતના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની શક્યતા, હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં 29-30 ઓક્ટોમ્બરે વરસાદ(Rain)ની આગાહી

Gujarat Top Stories Ahmedabad Breaking News
rain

Ahmedabad News: હવામાન વિભાગની વરસાદની આગાહી (IMD rain forecast) મુજબ 29 અને 30 ઓક્ટોબરે ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આ બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

29 ઓક્ટોબરે વરસાદ(Rain)ની આગાહી 

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 29 ઓક્ટોબરે નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની શક્યતા દર્શાવાઈ છે.

30 ઓક્ટોબરે અમરેલી અને ભાવનગરમાં વરસાદ

30 ઓક્ટોબરે અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દિવસે નવસારી અને વલસાડમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી (rain forecast for Daman and Dadra Nagar Haveli) કરાઈ છે.

હવામાન વિભાગ મુજબ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (upper air cyclonic circulation) સક્રિય છે. સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (western disturbance) પણ સક્રિય થઈ ગયું છે. રાજ્યમાં સામાન્ય વરસાદની શક્યતા (chance of light rain in Gujarat) આ સિસ્ટમોને કારણે દર્શાવાઈ છે.


આ પણ વાંચો:રાજ્યમાં આગામી 7 દિવસ મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં 35 ટકા વરસાદની ઘટ

આ પણ વાંચો:રાજ્યના 17 જિલ્લાઓમાં આગામી 3 કલાક હળવા વરસાદની શક્યતા,  હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો:હવામાન વિભાગનું એલર્ટ: ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના