Vadodara News: વડોદરા (Vadodara)નાં દેસર (Desar)ના શેખ ફળિયામાં રહેતી 4 વર્ષની બાળકી લાઈટવાળી ચોકલેટ (Chocolate) ગળી જતાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. ડોક્ટરોએ બાળકીની એન્ડોસ્કોપી (Endoscopy) કરી ઓપરેશન (Operation) કર્યુ હતું.
વડોદરા જીલ્લાના ડેસર તાલુકામાં માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. ડેસરના શેખ ફળિયામાં જુનિયર કેજી (Junior KG)માં અભ્યાસ કરતી 4 વર્ષની બાળા અલીઝા દીવાન બજારમાં મળતી ચોકલેટ ખાઈ રહી હતી બાદમાં ભૂલથી ચોકલેટ સાથે આવેલા LED લાઈટ (Light) મોંમાં નાંખતા ગળી ગઈ હતી. તેમજ તેનો વાયર ગળામાં ફસાઈ જતા તેની માતાએ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પણ અસફળ રહેતા તુરંત નજીકના સારવાર કેન્દ્રમાં લઈ ગયા હતા. પરંતુ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ એક્સ રે કાઢવામાં આવ્યો હતો.
એક્સ રે (X-Ray) અને સોનોગ્રાફી (Sonography)માં માલૂમ પડ્યું કે અલીઝા દીવાન એલઈડી (LED) લાઈટનો વાયર તેના ગળામાં ફસાઈ ગયો છે. તેથી વાયર કાઢવા વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં લાવી તેની એન્ડોસ્કોપી કરવામાં આવી હતી. એક કલાકના ઓપરેશન બાદ LED સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતીઅને બાળકીનો જીવ બચી ગયો હતો. આવી ઘટના ન બને તે માટે માતાપિતાએ સાવચેત રહેવું જોઈએ.
અગાઉ વડોદરા (Vadodara)માં માતાપિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો (incident) સામે આવ્યો હતો. વડોદરા શહેરમાં હિંચકા પર રમતાં બાળકનું મોત નિપજ્યું હતું. 10 વર્ષના બાળકનું મોત નિપજતાં પરીવારમાં શોકનો માહોલ છવાયો હતો. હિંચકા પર હસતું રમતું બાળક અચાનક ગળામાં પહેરેલી ટાઈના કારણે ગળેફાંસો આવી જતા કરુણ મોત નિપજ્યું હતું.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં નવાપુરાના લક્ષ્મી ફલેટમાં કાળજું કંપાવતી ઘટના બનવા પામી. લક્ષ્મી ફલેટમાં પટેલ પરિવારમાં 10 વર્ષનો પુત્ર ઘરની બહાર લગાવેલા હિંચકા પર રમતો હતો. દરમ્યાન ગળાની ટાઈના કારણે ગળે ટૂંપો આવી ગયો હતો જેના બાદ તે બેભાન થઈ ગયો. પરીવારને આ બાબતની જાણ થતાં તેમના પુત્રને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. જ્યાં ડોક્ટરે બાળકને મૃત જાહેર કરતાં માતા-પિતા પર આભ તૂટી પડ્યું હતું.
આ પણ વાંચો:માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, મોબાઈલ છીનવી લેતા પુત્રીએ કર્યો આપઘાત
આ પણ વાંચો:ચોમાસાની ઋતુમાં લાલબત્તી સમાન કિસ્સો! સાપ કરડવાથી 7 વર્ષની બાળકીનું મોત
આ પણ વાંચો:બાળકોને કેર ટેકરના ભરોસે રાખતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો