Aamir Liaquat/ મૃતદેહને કબરમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરાશે, કોર્ટના આ નિર્ણયથી હોબાળો

મૃતદેહને બહાર કાઢવા અને તપાસ કર્યા બાદ જ જાણી શકાશે કે તેમનું મૃત્યુ કઈ રીતે થયું હતું. હુસૈનના આકસ્મિક મૃત્યુ પછી પોલીસે કહ્યું હતું કે પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવશે…

Top Stories World
Aamir Liaquat Postmortem

Aamir Liaquat Postmortem: પાકિસ્તાની સંસદસભ્ય અને ટીવી હોસ્ટ આમિર લિયાકતનું તાજેતરમાં અવસાન થયું હતું. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેમનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. જો કે, ત્યારબાદ સંબંધીઓએ તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો અને રિવાજ મુજબ તેને દફનાવી દીધો હતો. જો કે હવે તેના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવશે.

સૂત્રો મુજબ પાકિસ્તાનની એક અદાલતે આમિર લિયાકતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનો આદેશ આપ્યો છે. આ માટે લિયાકતના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવશે. કરાચીમાં ન્યાયિક મેજિસ્ટ્રેટે મૃત સાંસદ અને ટેલિવિઝન વ્યક્તિત્વ અમીર લિયાકત હુસૈનનું પોસ્ટમોર્ટમ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેનું 9 જૂને અવસાન થયું હતું અને બીજા દિવસે તેને દફનાવવામાં આવ્યો હતો.

તે સ્પષ્ટ છે કે મૃતકના મૃત્યુનું કારણ હજુ પણ અનિશ્ચિત છે, ન્યાયિક મેજિસ્ટ્રેટ વઝીર હુસૈન મેમને જણાવ્યું હતું કે, મૃતદેહને બહાર કાઢવા અને તપાસ કર્યા બાદ જ જાણી શકાશે કે તેમનું મૃત્યુ કઈ રીતે થયું હતું. હુસૈનના આકસ્મિક મૃત્યુ પછી પોલીસે કહ્યું હતું કે પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવશે, પરંતુ તેના પરિવારે ઇનકાર કર્યો હતો અને પોલીસે મૃતદેહને મુક્ત કરતા પહેલા માત્ર પ્રાથમિક તપાસ કરી હતી. આ પછી અબ્દુલ અહદ નામના નાગરિકે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં અરજી કરી હતી.

કોર્ટના આ નિર્ણયની ઘણી ટીકા થઈ રહી છે. ઘણી પાકિસ્તાની સેલિબ્રિટી તેનો વિરોધ કરી રહી છે. પાકિસ્તાની અભિનેત્રી ઉષના શાહે ટ્વીટ કરીને કહ્યું છે કે કબરમાંથી મૃતદેહને બહાર કાઢવાથી તેના બાળકોને વધુ દર્દ થશે. તેઓ પહેલેથી જ ઘણું સહન કરી ચૂક્યા છે.

જણાવી દઈએ કે 50 વર્ષીય હુસૈનનું આ મહિનાની શરૂઆતમાં કરાચીના ખુદાદાદ કોલોની સ્થિત તેમના ઘરે નિધન થયું હતું. પોલીસે તે સમયે ડોનને કહ્યું હતું કે તેના ઘરેલુ સ્ટાફના કહેવા મુજબ તેની તબિયત સારી નહતી અને મેડિકલ ચેકઅપ માટે પણ ગયા ન હતા. બાદમાં તેમની તબિયત બગડી, ત્યારબાદ તેમને આગા ખાન યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.

આ પણ વાંચો: ગુજરાત / સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે યોગ સાથે જોડાવવા કેન્દ્રીય આરોગ્યમંત્રીનું આહવાન

આ પણ વાંચો: મહારાષ્ટ્ર / કોણ છે એકનાથ શિંદે, જેમણે મહારાષ્ટ્રના રાજકારણમાં મચાવ્યો ખળભળાટ, ઉદ્ધવની ઊંઘ કરી હરામ