વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ઓડિશામાં બે જાહેર સભાઓને સંબોધન કરવા માટે પહોંચ્યા. ઓડિશાના સુંદરગઢમાં તેમણે કહ્યું કે ફરી એક વાર દેશમાં સંપૂર્ણ બહુમતીની સરકાર બનવા જઈ રહી છે. ઓડિશામાં સૌથી વધારે કમળ દેખાશે. તેમણે કોંગ્રેસ અને બીજેડી પર પ્રહાર કર્યા છે. બીજુ જનતા દળની સરકારે રાજ્યનો વિકાસ થવા નથી દીધો.
PM Modi in Sundergarh,Odisha: Today BJP flag is flying proudly in regions where it was unimaginable at one point of time. BJP is the biggest democratic organization in the world. We are now a strong option to Congress and other parties which were formed from within Congress. pic.twitter.com/xPuinAPd70
— ANI (@ANI) April 6, 2019
વડા પ્રધાન મોદીએ કહ્યું કે મેં સાંભળ્યું છે કે પહેલી વખત કોઈન પીએમ સુંદરગઢ આવ્યા છે, હું કહેવા માંગુ છું કે આજે પણ કોઈ વડા પ્રધાન નથી, પરંતુ પ્રધાનસેવક તમારી વચ્ચે આવ્યો છે. પ્રધાનસેવક તેમના માલિકો પાસેથી આશીર્વાદ લેવા માટે આવ્યો છે.
આજે ભાજપનો સ્થાપક દિવસ છે. આ પાર્ટી ના સંપત્તિથી બની અને ના બાહુબલીથી બની છે એન ના તો વિદેશમાંથી ઉધાર લેવામાં આવેલી કોઈ પણ વિચારધારા પણ નથી. આ પાર્ટી પરસેવાથી બની છે. કહ્યું કે અમે પરિવાર પર આધારિત નથી અને ના પૈસા પર આધારિત છીએ. અમારા પક્ષના કાર્યકરો બલિદાનથી બનેલા છે.
અટલજી કહેતા હતા કે બીજેપી કાર્યકર્તાઓના એક પગ રેલમાં, બીજો પગ જેલમાં હોવું જોઈએ. દેશને સમજવા મુસાફરી કરવી જોઈએ અને વિકાસ માટે સંઘર્ષ કરવો જોઈએ।
અટલજીએ કહ્યું હતું કે અંધેરા છટેગયા, સૂરજ નિકલેગા, કમલ ખિલેગા. ઓડિશામાં હું પણ જોઉં છું કે કમળ ખીલવાનું નક્કી છે. પાંચ વર્ષ પહેલાં કોઈએ વિચાર્યું નહોતું કે ઓડિશામાં ભાજપ મજબૂત હશે. આજે હું દાવા સાથે કહી શકું છું કે ઓડિશામાં આ કમળ આ વખતે સૌથી મોટું ખીલવાનું છે.
જણાવી દઈએ કે ઓડિશામાં 21 લોકસભાની બેઠકો છે. અહીં બીજેડી સરકાર છે, જેણે ના ભાજપ સાથે ના કોંગ્રેસથી ગઠબંધન કર્યું છે.
