Ahmedabad News:અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં એક દુઃખદ બની છે જેમાં એક ટ્રકે બાઈક સવારને અડફેટે લેતા અકસ્માતમાં (Accident) નિર્દોષ યુવાનનું મોત નીપજયું છે. માહિતી અનુસાર મૃતકની ઓળખ જુહાપુરામાં રહેતા મુસ્તકીન તરીકે થઈ છે.

ટ્રકની નંબર પ્લેટ સાથે પણ છેડછાડ
અકસ્માત (Accident) બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોએ ટ્રક ડ્રાયવરને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ ટ્રકચાલક શહેરમાં પરવાનગી વગર બેફામ રીતે ટ્રક દોડાવી રહ્યો હતો તેમજ ટ્રકની નંબર પ્લેટ સાથે પણ છેડછાડ કરવામાં આવી હતી. હાલ પોલીસે આ મામલો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
SG હાઈવે પર ગમખ્વાર અકસ્માત (Accident)
આ પહેલા અમદાવાદના (Ahmedabad) SG હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટના સોલા સિવિલ પાસે બની હતી. જ્યાં બેફામ હંકારતા BRTSના બસ ચાલકે પીલ્લર સાથે ટક્કર મારી હતી. જેને લઈને બસ ડ્રાઈવર બસના આગળના ભાગમાં ફસાઈ ગયો હતો. આ સમગ્ર મામલાની જાણ ફાયર બ્રિગેડને કરતા 1 કલાકની ભારે મહેનત બાદ ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. ડ્રાઈવરને પગના ભાગે ઈજાઓ થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે આ અકસ્માત (Accident) કઈ રીતે સર્જાયો તેની કોઈ માહિતી મળી ન હતી.

અમદાવાદ (Ahmedabad) ફાયર વિભાગને વહેલી સવારે મેસેજ મળ્યો હતો કે SG પર સોલા સિવિલ પાસે BRTS બસનો અકસ્માત થયો છે. જેને લઈને થલતેજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે ઘટના સ્થળે જોયુ ત્યારે ખબર પડી કે બસ પીલ્લર સાથે ટકરાઈ હતી.
અમદાવાદ ફાયરના જવાનોએ બસનો આગળનો ભાગ કટર વડે કાપીને ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢ્યો હતો. અને તેને સારવાર માટે ખસેડ્યો હતો. અકસ્માત (Accident) એટલો જોરદાર હતો કે બસના આગળનો આખો ભાગ દબાઈ ગયો હતો. અને બસને ભારે નુકસાન થયુ હતું.
આ પણ વાંચો:અમદાવાદમાં BRTS ટ્રેક પર ગૌવંશની તસ્કરી કરતી કારનો ભયંકર અકસ્માત
આ પણ વાંચો:અમદાવાદમાં હચમચાવતો અકસ્માત: CG રોડ પર યુવકને બાઈકએ ઉડાવ્યો
આ પણ વાંચો:અમદાવાદમાં રોડ અકસ્માતનો કહેર યથાવત, રોંગસાઇડ કારએ એક્ટિવા ચાલકને ઉડાવ્યો
