Valsad News ; બાળકોને કેરટેકરને ભરોસે રાખતા માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક કેરટેકરે માતાપુતાની ગેરહાજરીમાં બાળકીને માર માર્યો હતો. વલસાડના તબીબ દંપતીએ પોતાની બાળકીની સાર સંભાળ માટે કેરટેકર રાખી હતી. પરંતુ આ કેરટેકરે બાળકીને સાચવવાને બદલેતેને માર માર્યો હતો. માતાપિતા કામમાં વ્યસ્ત રહેતા હોવાથી માસુમ બાળકી કેરટેકરના ભરોસે રહેતી હતી.
બીજીતરફ માસુમ બાળકીને માર મારતી કેરટેકરના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. માતાપિતાના ધ્યાનમાં આ બાબત આવતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.પિતાએ સીસીટીવી ફૂટેજ સાથે વલસાડ પોલીસ સ્ટેશનમાં આ કેરટેકરના કારનામા અંગે રજુઆત કરી હતી. હાલમાં આ સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ પણ વાંચો:રાજકોટ લોધિકાની સરકારી શાળાના વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં ફરાર 3 શિક્ષકો સસ્પેન્ડ
આ પણ વાંચો:રાજ્યની સરકારી શાળાઓમાં 134 ગુટલીબાજ શિક્ષકોની સરકારે કરી હકાલપટ્ટી