Not Set/ ગોંડલમાં સરકારી તંત્રની “એકને ગોળ એકને ખોળ” નીતિ સામે કોંગ્રેસે પાઠવ્યું આવેદનપત્ર

શહેર કોંગ્રેસ દ્વારા મૌન રેલીનું આયોજન કરાયું હોય સરકારી તંત્રે મંજૂરી ન આપતા બેધારી નીતિ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં હાર્દિક પટેલ સહિતના આગેવાનો જોડાવાના હતા

Gujarat Trending
ગોંડલમાં

વિશ્વાસ ભોજાણી, ગોંડલ@મંતવ્ય ન્યૂઝ

વિપક્ષ વિહોણી ભાજપ શાસિત ગોંડલમાં નગરપાલિકા ના સત્તાધીશોએ પ્રજા પર ભૂગર્ભ ગટર વેરાનો કોરડો વીંજ્યો હોય પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે, ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા મૌન રેલીનું આયોજન કરાયું હોય સરકારી તંત્રે મંજૂરી ન આપતા બેધારી નીતિ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં હાર્દિક પટેલ સહિતના આગેવાનો જોડાવાના હતા


પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલમાં શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા, દિલીપભાઈ સોજીત્રા, કુલદીપસિંહ જાડેજા વૃષભરાજસિંહ પરમાર સહિતના કોંગ્રેસીઓ દ્વારા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગોંડલ નગરપાલિકા એ પ્રજા પર ભૂગર્ભ ગટરનો તોતિંગ વેરો જીકયો છે જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા મૌન રેલીનું આયોજન કરવા તંત્ર પાસે મંજૂરી માગવામાં આવી હતી.

પરંતુ તંત્રએ છેલ્લી ઘડીએ મંજૂરી ન આપી પોતાની બેધારી નીતિ સાબિત કરી છે.જ્યારે ભાજપના આગેવાનો દ્વારા જૂથમાં એકઠા થઇ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આ આવેદનપત્ર સાથે તેના ફોટોસ પણ આપવામાં આવ્યા છે બનાવ અંગે કાયદાકીય યોગ્ય પગલાં લેવા અંતમાં માંગ કરવામાં આવી હતી.