આજની દુનિયા ફેશન અને બ્રાંડ પાછળ એટલી ઘેલી છે કે તેમને ઓરીજીનલ બ્રાંડના મળે ત્યારે રાજી-ખુશીથી ડુપ્લીકેટ વસ્તુઓનો ઉપયોગ કરવા પણ તૈયાર થઇ જાય છે.
એવામાં આજ રોજ વડોદરામાં લાખો રૂપિયાના વિદેશી કંપનીના ડુપ્લીકેટ વસ્તુઓના રેકેટનું દરોડા પાડી અને ભાંડો ફોડ્યો હતો. ડુપ્લીકેટ ગોગલ્સનું બજારમાં વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની ફરીયાદ મળતાં કોપીરાઇટ વિભાગનાં અધિકારીઓએ વડોદરા પોલીસે પીસીબીની ટીમને સાથે રાખી દરોડા પાડ્યાં હતાં.
આપને જણાવી દઈએ કે, ફ્રાન્સની લાકોસ્ટે નામની કંપનીની બ્રાન્ડનું ભારત સહીત દુનિયાના અન્ય ખૂણે પણ ખુબ વિશાળ માર્કેટ ધરાવે છે. 
વડોદરા શહેરનાં ગાંધી નગરગૃહ સ્થિત કૌતુલ ઓપ્ટિક્સ નામની ઓપ્ટિકલ શોપથી વિદેશી બ્રાન્ડેડ કંપનીઓનાં મોંઘાદાટ ચશ્માની કોપી કરી તેના ડુપ્લીકેટ ગોગલ્સનું બજારમાં વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની ફરીયાદ મળતાં કોપીરાઇટ વિભાગનાં અધિકારીઓએ વડોદરા પોલીસની પીસીબી (પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ) ની ટીમને સાથે રાખી દરોડા પાડ્યાં હતાં.
કોપીરાઇટ વિભાગને સાથે રાખી શહેરનાં ગાંધી નગરગૃહ પાસેની દુકાનમાં દરોડા પાડી વડોદરા પોલીસની પીસીબીની ટીમે લેકેસ્ટો બ્રાન્ડનાં 10 લાખ રૂ. કિંમતનો ગોગલ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કૌતુલ ઓપ્ટિકલ શોપના આ જથ્થામાં પોલીસે 1010 નંગ લાકોસ્ટે ડુપ્લીકેટ ગોગલ્સનો જથ્થો જડપી પાડ્યો હતા.

તપાસ અધિકારી, આઇપીઆર ડીપાર્ટમેન્ટ દર્શક પારેખે અહેવાલમાં જણાવ્યું હતું કે તેમને તેમના ઓફિસીયલ સોર્સ દ્વારા આ મુદ્દાની જાણકારી પડી હતી જેથી તેમણે વડોદરા પોલીસની પીસીબી (પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ) ની ટીમને સાથે કૌતુલ ઓપ્ટિકલ શોપમાં દરોડા પાડ્યાં હતાં.
પોલસે ઘટના સ્થળે જ દુકાન માલિકની ધરપકડ કરી હતી અને દુકાનમાલિક વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
