Not Set/ સુમિત સાંગવાન સહિત ૮ બોક્સરોએ બેલગ્રેડ ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટની ફાઈનલમાં મેળવી ટિકિટ

નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાયેલા ૨૧મી કોમનવેલ્થ ગેમ્સની બોક્સિંગની કેટેગરીમાં સુમિત સાંગવાને પરચમ લહેરાવી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો ત્યારે હવે તેઓ સર્બિયામાં ચાલી રહેલા ૫૬માં બેલગ્રેડ ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં ૯૧ કિગ્રા વર્ગની ફાઈનલમાં પહોંચી ગયા છે. સુમિત સાંગવાન ઉપરાંત પૂર્વ જુનિયર વર્લ્ડ ચેમ્પિયન નિખાત ઝરીન (૫૧ કિલોગ્રામ) સહિત ૮ ભારતીય બોક્સરોએ પોતપોતાના વર્ગની […]

Sports

નવી દિલ્હી,

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાયેલા ૨૧મી કોમનવેલ્થ ગેમ્સની બોક્સિંગની કેટેગરીમાં સુમિત સાંગવાને પરચમ લહેરાવી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો ત્યારે હવે તેઓ સર્બિયામાં ચાલી રહેલા ૫૬માં બેલગ્રેડ ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં ૯૧ કિગ્રા વર્ગની ફાઈનલમાં પહોંચી ગયા છે.

સુમિત સાંગવાન ઉપરાંત પૂર્વ જુનિયર વર્લ્ડ ચેમ્પિયન નિખાત ઝરીન (૫૧ કિલોગ્રામ) સહિત ૮ ભારતીય બોક્સરોએ પોતપોતાના વર્ગની ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. જ્યારે પાંચ અન્ય ભારતીય બોક્સરોને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો છે.

સુમિત સાંગવાને યુનાનના વાગકાનને પરાજય આપ્યો હતો અને વાગકાને ત્રીજા રાઉન્ડમાં જ હાર માની લીધી હતી. સાંગવાનની ફાઈનલમાં હવે ઈક્વાડોરના કાસ્ટીલો ટોરેસ સામે ટક્કર થશે. જયારે નિખાત ઈજાના કારણે લાંબા બ્રેક બાદ રીંગમાં વાપસી કરી રહ્યો હતો અને તેણે સર્બિયાના રોદોવાનોવીચ સામે ૩-૦થી જીત મેળવી હતી. હવે તેનો સામનો ફાઈનલમાં યુનાનના એકાટેરીની સામે થશે.

આ ઉપરાંત,

૪૯ કિલોગ્રામ વર્ગમાં હિમાંશુ શર્માએ ફ્રાંસના મોહમ્મદ રાજદિનને ૩-૦થી,

૫૨ કિલોગ્રામ વર્ગમાં લાલદિનમાવિયાએ અલ્જેરીયાના મોહમ્મદ ક્રિસીને ૨-૧થી,

૫૬ કિલોગ્રામમાં વિરેન્દર સિંહે અલ્જેરીયાના ફાલીલ લિતિમને ૩-૦થી,

૬૯ કિલોગ્રામમાં પવન કુમારે સર્બિયાના પોવોવીચને ૩-૦થી,

૫૪ કિલોગ્રામા જમુના બોરોએ પોલેન્ડના લૌરા ગ્રિઝ્બને ૨-૧થી

૮૧ કિલોગ્રામ રાલ્ટે લાલફાકમાવીએ રશિયાના દિમિત્રએવાને પરાજય આપ્યો હતો અને ફાઈનલમાં જગ્યા બનાવી છે.

જયારે પુરુષ વર્ગમાં નરેન્દ્રએ ૯૧ કિલોગ્રામ વર્ગ, મહિલા વર્ગમાં પ્રિયંકા ઠાકુરે ૬૦ કિલોગ્રામ વર્ગમાં, રુમી ગોગોઈએ ૭૫ કિલોગ્રામ વર્ગ અને નિર્મલા રાવતે ૮૧ કિલોગ્રામ વર્ગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.