ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ માટે ICCએ અમ્પાયરો અને મેચ રેફરીની જાહેરાત કરી છે. જેમાં બે ભારતીય દિગ્ગજનો પણ સમાવેશ થાય છે. જેમાં એક અમ્પાયરની ભૂમિકા નિભાવશે, જ્યારે અન્ય અનુભવી મેચ રેફરીની જવાબદારી નિભાવશે. ICC વર્લ્ડ કપ માટે 16 અમ્પાયર અને ચાર મેચ રેફરીનો સમાવેશ કરશે.
આ દિગ્ગજો ભારત તરફથી સામેલ છે
ICC દ્વારા જાહેર કરાયેલ મેચ રેફરી અને અમ્પાયરોની યાદીમાં નીતિન મેનનને ભારતના અમ્પાયરોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બોલર જવાગલ શ્રીનાથને મેચ રેફરી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં શ્રીલંકાના કુમાર ધર્મસેના અને નીતિન મેનન અમ્પાયરિંગ કરશે.
આ છે 16 અમ્પાયર
વર્લ્ડ કપ માટે ICCએ અમ્પાયરો યાદીમાં મેરાઈસ ઈરાસ્મસ, ક્રિસ ગેફની, માઈકલ ગફ, રિચાર્ડ કેટલબોરો, નીતિન મેનન, અહસાન રઝા, પોલ રિફેલ, ક્રિસ બ્રાઉન, કુમાર ધર્મસેના, એડ્રિયન હોલ્ડસ્ટોક, રોડ ટકર, એલેક્સ વ્હાર્ફે, જોએલ વિલ્સન, રિચાર્ડ ઈલિંગવર્થ, શરાફુદ્દૌલા ઈબ્ન શાઈદ અને પોલ વિલ્સન સમાવેશ કરવામાં આવ્યો છે.
બીજી તરફ જો મેચ રેફરી કરવામાં આવશે તો જવાગલ શ્રીનાથ, રિચી રિચર્ડસન, એન્ડી પાયક્રોફ્ટ અને જેફ ક્રો મેચ રેફરીની જવાબદારી નિભાવશે. આપને જણાવી દઈએ કે ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. જેના માટે ICC અને BCCI તૈયારીઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે.
આ વખતે ODI વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે, જેમાંથી 5 દેશોએ પણ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડે ટીમોની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: G20 Summit/ G20 ડેકોરેશનમાં દેખાય છે ભારતીય સંસ્કૃતિની પરછાઈ … જાણો ભારત મંડપમ સાથે જોડાયેલી 10 બાબતો
આ પણ વાંચો: Biggest Update On Ram Temple/ રામ મંદિર પર સૌથી મોટું અપડેટ, PM મોદી આ તારીખે કરશે ઉદ્ઘાટન
આ પણ વાંચો: અમદાવાદ/ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ: મૃતક હેડ કોન્સ્ટેબલના પરિવારે આટલા લાખનું વળતર માગ્યું
