અમદાવાદ/ હંસપુરા પાસે કન્સ્ટ્રક્શન સાઈડ પર ભેખડ ઘસી પડતા 3 મજૂરોના મોત

અમદાવાદના હંસપુરા પાસે ભેખડ ઘસી પડવાને કારણે ત્રણ મજૂરોના મોત થયા છે.

Ahmedabad Gujarat
  • અમદાવાદઃ હંસપુરા પાસે કન્સ્ટ્રક્શન સાઈડ પર 3ના મોત
  • નરોડા ફોર્ચ્યુન ફ્લોરા કન્સ્ટ્રક્શન સાઈટ પર બની ઘટના
  • ભેખડ ઘસી પડતા 3 મજૂરોના નિપજ્યા મોત

અમદાવાદના હંસપુરા પાસે ભેખડ ઘસી પડવાને કારણે ત્રણ મજૂરોના મોત થયા છે. ભેખડ ધસીની જાણ થતાં જ નરોડા પોલીસ અને  ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફસાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં ત્રણ મજૂરોના મોત થયા છે.આપને જણાવી દઈએ કે, હંસપુરા પાસે કન્સ્ટ્રક્શન સાઈડ પર કામ ચાલી રહ્યું હતું આ દરમિયાન ભેખડ ઘસી પડતા ત્રણ મજૂરના મોત નીપજ્યાં છે.

મળતી માહિતી મુજબ, વરસાદ પડતા બાંધકામ સાઇટ પર ભેખડ ધસી પડી હતી. જેને પગલે મહિલા શ્રમિક સહિત કુલ ત્રણ શ્રમિકોના મોત થયા છે. તો, ઘટનાની જાણ થતાં નરોડા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે તપાસ શરૂ કરી છે. તો સાથે સાથે, કાટમાળમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:અમદાવાદથી સુરત જતા પરિવારને નડ્યો અકસ્માત, સાસુ અને વહુનું ઘટના સ્થળે જ મોત

આ પણ વાંચો:ભાવનગરમાં ઘર પાસે રમતા  પાંચ વર્ષના બાળકનું કરુણ મોત, જાણો કેવી રીતે ગયો માસૂમનો જીવ

આ પણ વાંચો:લાંબા વિરામ બાદ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો:તાપીમાં મોટા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં આનંદની લાગણી