ગુજરાતમાં લાંબા વિરામ બાદ આખરે ફરી વરસાદ સક્રિય થતો જણાય છે. હવે જન્માષ્ટમી બાદ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો ની વરસાદની આગાહિ હોઇ ખેડૂતોમા વરસાદ આવવાની આશા જાગી છે. 8 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, તે જિલ્લાઓમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે.
જ્યારે અમદાવાદ, અરવલ્લી, આણંદ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. વીજળીના કડાકા સાથે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
આગામી સમયમાં ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ છે, તેનું બંગાળની ખાડીમાં સર્ક્યુલેશન છે જે આગામી 24 કલાકમાં લો પ્રેશર બનવાની શક્યતાઓ છે. જેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ જોવા મળી શકે છે. હાલ માછીમારો માટે કોઈ ચેતવણી આપવામાં આવી નથી.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નવસારીના વાસદામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુર અને વલસાડના પારડીમાં 3.5 ઇંચ વરસાદ છે. વલસાડના વલસાડ સીટી અને કપરાડામાં 3ણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 17 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો. રાજ્યના 29 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જેથી કહી શકાય કે, રાજ્યમાં ફરી ચોમાસુ ફરી સક્રિય થયું છે. હવામાન વિભાગે વરસાદના એંધાણની આગાહી કરી છે.
ગુજરાતમાં સિઝનનો સરેરાશ વરસાદ સારો રહ્યો છે. તમામ જિલ્લામાં સરેરાશ 50 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર, કચ્છના ઘણા ભાગોમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સિઝનનો સરેરાશ વરસાદ 100 ટકાથી વધુ નોંધાયો છે. સૌરાષ્ટ્ર, કચ્છના 7 જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. 9 જિલ્લામાં 76થી 100 ટકા સુધીનો વરસાદ ખાબક્યો છે. 17 જિલ્લામાં 51થી 75 ટકા સુધીનો વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો:યુવાનોમાં ટ્રેન્ડ બદલાતા કૃષ્ણને મનપસંદ પ્રસાદ પંજરી પર પડી અરસ, ધર્મને પણ બનાવ્યું મોજ શોખનું સાધન
આ પણ વાંચો:મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધવાનું યુવતીને પડ્યું ભારે, વારંવાર બની હવસનો શિકાર
આ પણ વાંચો:સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો હટવા છતાં સનાતની સંતો હવે લડી લેવાના મૂડમાં, આ 14 મુદ્દે કરી માગ