@અમિત રૂપાપરા
ભગવાન કૃષ્ણના જન્મ દિવસને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આવતીકાલે લોકો કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવાના છે. ત્યારે માર્કેટમાં પંજરીની ડિમાન્ડ પણ જોવા મળી રહી છે. આ વખતે પંજરીના ભાવમાં વધારો થયો નથી છતાં પણ ડિમાન્ડ ખૂબ જ ઓછી થઈ રહી છે. યુવાનો ધર્મ પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે પરંતુ તેઓ ધર્મને એક મોજ શોખના સાધન તરીકે જોઈ રહ્યા છે અને કોઈપણ તહેવાર આવે એટલે યુવાનો મોજ શોખ માટે આ કાર્યક્રમના આયોજનો કરતા હોય છે. તે જ રીતે જન્માષ્ટમીની ઉજવણી પણ હવે દેખાદેખી અને મોજ શોખમાં થઈ રહી છે. તો બીજી તરફ યુવાનો માર્કેટમાં મળતા જંગફડ ખાવાના આદિ થયા છે. તેથી તેમને આ પ્રકારના પ્રસાદ ઓછા ભાવે છે અને તેને જ લઈને પંજરીની ડિમાન્ડ પણ આ વર્ષે ઓછી થઈ છે.
મહત્વની વાત છે કે પંજરી ભગવાન કૃષ્ણને મનગમતી પ્રસાદી છે. કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભગવાનને પંજરીનો ભોગ લગાવવામાં આવે છે અને ત્યારબાદ આ પંજરી ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવતી હોય છે. ત્યારે સુરતની બજારમાં પંજરીની ડિમાન્ડ જોવા મળી રહી છે. અડાજણ વિસ્તારના મસાલાના વેપારી ભરતભાઈ ગાંધીનું કહેવું છે કે, આ વખતે જ્યારે લોકોની ડિમાન્ડ ઘટી છે ત્યારે અલગ અલગ પ્રકારની ડેકોરેટિવ પંજરીના થાળ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ત્રણ થીમ પર પંજરીના ડેકોરેટિવ થાળ તૈયાર થયા છે. આ ત્રણ થીમમાં ચંદ્રયાન-3 અને બાર જ્યોતિર્લિંગની થીમ ઉપરાંત કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મોરપીછ અને વાંસળી વાળી થીમ તૈયાર કરવામાં આવી છે.
આ થાળમાં અંદાજી 4થી 5 કિલો પંજરી હોવાના કારણે તેનો ભાવ 2000થી 2500 રૂપિયા રાખવામાં આવ્યો છે. તો આ વર્ષે પણ તેના ભાવની વાત કરવામાં આવે તો પંજરીનો ભાવ ગત વર્ષની જેમ આ વર્ષે પણ 400 રૂપિયા કિલો છે. પંજરીમાં ખાસ પ્રકારની અલગ અલગ વસ્તુનો ઉપયોગ પણ થાય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી બને છે. પંજરી બનાવવામાં ધાણા, વરીયાળી, અજમો, ખાંડ, કાજુ, બદામ, દ્રાક્ષ, ચારોલી, તૂટીફ્રુટી, ચેરી, કોપરું અને પિસ્તા સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો હટવા છતાં સનાતની સંતો હવે લડી લેવાના મૂડમાં, આ 14 મુદ્દે કરી માગ
આ પણ વાંચો:બે રાજસ્થાની ઇસમોનું કારસ્તાન, સુરતમાં શરૂ કરી નકલી દારૂ બનાવવાની મીની ફેક્ટરી પછી….
આ પણ વાંચો:સુરતની આ 4 કંપનીઓનો 3.87 કરોડ રૂપિયાનો ટેક્સ બાકી, RTO કરશે હવે કંપનીની મિલકત પર…
આ પણ વાંચો:મને જાણ કર્યા વિના જ મારા નામે ફરિયાદ નોંધાવી: સિક્યોરિટી ગાર્ડ ભૂપત ખાચર