Illegal Electricity connection/ વીજચોરને વિજિલન્સનો ‘કરંટ’: ઓરી ગામમાં વીજચોરી કરનારી મહિલાને સવા પાંચ લાખનો દંડ

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઓરી ગામની દૂધ મંડળીના મકાનમાંથી વીજચોરી થતી હોવાનું વિજિલન્સની તપાસમાં બહાર આવ્યું હતું. વીજ કંપનીની લાઇનમાંથી ગેરકાયદેસર વીજજોડાણ લીધું હોવાનું વીજ કંપનીના ચેકિંગમાં બહાર આવતા વીજ કંપનીની ટીમે 20 મીટર લાંબો વાયર જપ્ત કર્યો હતો.

Gujarat
Illegal Electricity connection વીજચોરને વિજિલન્સનો ‘કરંટ’: ઓરી ગામમાં વીજચોરી કરનારી મહિલાને સવા પાંચ લાખનો દંડ

રાજપીપળાઃ વીજળીની ચોરી ગુજરાતમાં જાણે ગૃહઉદ્યોગ બની ગયો લાગે છે. કોઈ દિવસ જતો નહી હોય જયારે વીજચોરીના સમાચાર ન આવ્યા હોય. પણ પછી જ્યારે વિજિલન્સ ટીમ ત્રાટકે છે ત્યારે વીજચોરોને બરોબરનો કરંટ દંડના સ્વરૂપમાં આપે છે.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઓરી ગામની દૂધ મંડળીના મકાનમાંથી વીજચોરી Illegal Electricity connection થતી હોવાનું વિજિલન્સની તપાસમાં બહાર આવ્યું હતું. વીજ કંપનીની લાઇનમાંથી ગેરકાયદેસર વીજજોડાણ લીધું હોવાનું વીજ કંપનીના ચેકિંગમાં બહાર આવતા વીજ કંપનીની ટીમે 20 મીટર લાંબો વાયર જપ્ત કર્યો હતો. તેની સાથે વીજચોરી કરનારા કુંદનબેન પટેલને વીજ ચોરી બદલ સવા પાંચ લાખથી વધુ રકમનો દંડ ફટકાર્યો છે. આના પગલે સ્થાનિક સ્તરે ચકચાર મચી ગઈ છે.

ઓરી ગામમાં પણ આ વીજ ચોરીની Illegal Electricity connection ઘટના ચર્ચાનો વિષય બની છે, કારણ કે આ દૂધ ડેરી સૂચિત મહિલા દૂધ કેન્દ્ર હોવાનું કહેવાય છે. ઓરી ગામનું એકત્રિત દૂધ ભરૂચ દૂધધારા ડેરીમાં મોકલાય છે. અહીં ઉલ્લેખનીય છે કે બેત્રણ મહિના અગાઉ નજીકના નાવરા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની પણ વીજચોરી પકડાઈ હતી. વીજ કંપની એ નાવરા મંડળીને લગભગ છ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ અંગે લોકચર્ચા એવી છે કે નાવરા દૂધમંડળીના ચેરમેન Illegal Electricity connection ભાજપ અગ્રણી છે. આમ ત્રણ જ મહિનામાં બે દૂધડેરી વીજચોરીમાં ઝડપાઈ હોવાનો પ્રથમ બનાવ નોંધાયો છે. આના પગલે હવે દરેક દૂધડેરી અને દૂધમંડળીની ચકાસમી વીજવિભાગ દ્વારા હાથ ધરવામાં આવી શકે છે. આના પગલે બીજાથી પણ ગેરકાયદેસર વીજજોડાણ પકડાવવાની શક્યતા સેવાઈ રહી છે.

મહત્વની વાત એ છે કે ઓરી ગામની જે દૂધ ડેરીમા વીજચોરી Illegal Electricity connection પકડાઈ તે સૂચિત મહિલા દૂધ કેન્દ્ર તરીકે ઓળખાય છે, પરંતુ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં તેની કોઈ નોંધણી થઈ નથી. તેથી લોકચર્ચા મુજબ દૂધધારા ડેરી તરફથી જ જ્યાં રજિસ્ટર્ડ દૂધ ઉત્પાદક મંડળી હોય ત્યાં આ પ્રકારે સૂચિત દૂધ કેન્દ્ર શરૂ કરવામાં આવતા તેનું દૂધ સ્વીકારતા ગામડામાં હરીફાઈ થતાં રજિસ્ટર્ડ મંડળીઓ બંધ થઈ ગઈ હોવાનું કહેવાય છે.

ઓરી ગામમાં વર્ષો જૂની દૂધમંડળી બંધ થઈ ગઈ છે. નજીકના વરાછા, પોઇચા, નારખડી વગેરે ગામમાં પણ સૂચિત મહિલા દૂધ ડેરી હોવાનું જાણવા મળે છે. એક માહિતી મુજબ દૂધસંઘ તરફથી સૂચિત મંડળીઓને બલ્ક કૂલિંગ આપીને પ્રોત્સાહિત કરાય છે અને નાના ગામમાં દૂધધારા ડેરી તરફથી હરીફાઈનું તત્વ ઘૂસાડી રાજકીય કિન્નાખોરી રાખવામાં આવતી હોવાનું કહેવાય છે.

 

આ પણ વાંચોઃ નવા સંસદ ભવનમાં સત્ર/ નવા સંસદ ભવનમાં યોજાશે વિશેષ સત્ર, અહીં જાણો શું હશે સંપૂર્ણ શિડ્યુલ

આ પણ વાંચોઃ Sanatan Dharma/ સળગતામાં હાથ નાખ્યો…! હવે કર્ણાટકના ગૃહમંત્રીએ કહ્યું- “સવાલ એ છે કે હિન્દુ ધર્મનો જન્મ ક્યારે થયો અને કોણે તેને બનાવ્યો?”

આ પણ વાંચોઃ Mahant Dilipdasji/ અખિલ ભારતીય સંત સમિતિમાં ગુજરાતના પ્રમુખ તરીકે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી

આ પણ વાંચોઃ ભ્રષ્ટાચાર/ માર્ગ અને મકાન વિભાગ ‘માર્ગ ભૂલ્યો’: SOR વગર જ થતી ખરીદી

આ પણ વાંચોઃ Sanatan Dharma/ “સનાતન ધર્મ” અંગે વિવાદાસ્પદ નિવેદન: યુપીમાં ‘ઉદયનિધિ સ્ટાલિન’ અને ‘પ્રિયંક ખડગે’ વિરુદ્ધ નોંધાઈ FIR