ભ્રષ્ટાચાર/ માર્ગ અને મકાન વિભાગ ‘માર્ગ ભૂલ્યો’: SOR વગર જ થતી ખરીદી

રાજ્ય સરકારની નજર તળે જ માર્ગ અને મકાન વિભાગમાં SORનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. રાજ્ય સરકારનો માર્ગ અને મકાન વિભાગ SOR વગર જ એક જ એજન્સી પાસેથી ખરીદી કરી રહ્યો છે.

Top Stories Gujarat
RTI Activist માર્ગ અને મકાન વિભાગ ‘માર્ગ ભૂલ્યો’: SOR વગર જ થતી ખરીદી

@Mehul Dudhrejia

ગાંધીનગરઃ રાજ્ય સરકારની નજર તળે જ માર્ગ અને મકાન વિભાગમાં SORનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. રાજ્ય સરકારનો માર્ગ અને મકાન વિભાગ SOR વગર જ એક જ એજન્સી પાસેથી ખરીદી કરી રહ્યો છે. આરટીઆઇ એક્ટિવિસ્ટે આ સંદર્ભમાં અરજી કરીને ધ્યાન દોર્યુ છે અને તેણે જણાવ્યું છે કે આ રીતે સરકારના નિયમો ચાતરીને જ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોઈ શકે છે.  સરકારના જ વિભાગે જાણે સરકારના નિયમો કોરાણે મૂકી દીધા છે.

આરટીઆઇ (RTI) એક્ટિવિસ્ટ્સે જણાવ્યું હતું કે 33 કંપનીઓની વસ્તુઓ એક જ કંપની કે એજન્સી કેવી રીતે પૂરી પાડી શકે, આ બહુ મોટો સવાલ છે. આની પાછળ મોટા કૌભાંડની સંભાવના છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દે તાકીદે ધ્યાન આપે તે જરૂરી છે. વાસ્તવિકતા એ છે કે આ માટે પાછા સરકારના જ નિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે.

સરકારી કોઈપણ વિભાગ હોય ત્યાં ની નાનામાં નાની ખરીદી માટે SOR (શિડ્યુલ ઓફ રેટ) મુજબ ખરીદી થાય છે..પરંતુ માર્ગ અને મકાન વિભાગ પાસે થી એક સ્ફોટક માહિતી મળી છે.  માર્ગ અને મકાન વિભાગ આ SOR ને માનતું જ નથી. એક જ એજન્સી પાસેથી વસ્તુઓ ખરીદવામાં આવી રહી છે. એક જ એજન્સી પાસે વિવિધ કંપનીઓની ડિસ્ટ્રીબ્યુશનશિપ હોવાનું સામે આવ્યું છે. આરટીઆઈમાં આ માહિતી સામે આવી છે. અરજદાર અંકુર સાગરે જણાવ્યું કે ખરીદી માટે સ્પેસિફિકેશનની જગ્યાએ કોડ વાપરવામાં આવે છે.

SORની જગ્યાએ કોડ વાપરીને ખરીદમાં કૌભાંડ (Corruption) કેવી રીતે થાય છે એ સમજીએ. કોઈ એક વસ્તુ ખરીદવા માટે તેનું સ્પેસિફિકેશન, તેની ગુણવતા અને તેના ભાવ ચેક કરવામાં આવે છે. પરંતુ કેવિટેક નામની કંપની પાસેથી ખરીદીમાં ફક્ત ને ફક્ત આંકડાઓ જ લખવામા આવે છે જેનાથી બીજી કોઈ કંપની તેની હરીફાઈમાં ના ઉતરી શકે. આમ એક સુનિયોજિત કાવતરાના ભાગરૂપે કૌભાંડ આચરવામાં આવે છે તેવો આક્ષેપ અરજદારે કર્યો હતો.

અંકુર સાગરે કહ્યું કે આ કૌભાંડ (Corruption) પાછળ સરકારી અધિકારીઓનો હાથ છે, અને જેતે કંપની પાસેથી ખરીદી કરવામાં આવે તે માટે કંપની સાથેની સાઠગાંઠ દેખાઈ રહી છે. સરકારને ચૂનો ચોપડવાનું આ એક ષડ્યંત્ર થઇ રહ્યું છે, જેમાં સંડોવાયેલા અધિકારીઓ સામે કાર્યવાહી ના થાય તો હાઇકોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ Asia Cup 2023/ એશિયા કપ સુપર-4માં ભારતીય ટીમ ક્યારે અને કોની સાથે ટકરાશે? જાણો સંપૂર્ણ શેડ્યુલ

આ પણ વાંચોઃ G-20 Summit/ દિલ્હીમાં દુનિયાભરના નેતાઓનો જમાવડો; G-20 સમિટમાં કયા કયા દેશો લઈ રહ્યાં છે ભાગ?

આ પણ વાંચોઃ Gujarat Rainforecast/ ખેડૂતોને હાશકારોઃ વરસાદના પુનરાગમનનો ધમધમાટ શરૂ થયો, વાતાવરણ બદલાયું

આ પણ વાંચોઃ નિર્ણય/ અયોધ્યામાં મંદિર મ્યુઝિયમ બનશે, PMOની બેઠકમાં લેવાયો નિર્ણય,જાણો આ પ્રોજેકટ કેટલો ખાસ!

આ પણ વાંચોઃ નિર્ણય/ અયોધ્યામાં મંદિર મ્યુઝિયમ બનશે, PMOની બેઠકમાં લેવાયો નિર્ણય,જાણો આ પ્રોજેકટ કેટલો ખાસ!