sonia gandhi/ સોનિયા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર: સદનના વિશેષ સત્રમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગ કરી

આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાયબરેલીના સાંસદ સોનિયા ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.

Top Stories India
સોનિયા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર: સદનના વિશેષ સત્રમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગ કરી

દિલ્હી: સંસદમાં અચાનક વિશેષ સત્ર બોલાવવા અંગેની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. આ સાથે લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે, લોકોનું કહેવું છે કે, શા માટે પાંચ દિવસ માટે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે? આ વિરોધી પાર્ટીએ પણ સંપૂર્ણ તૈયારીમાં લાગેલી છે. આ પાંચ દિવસના વિશેષ સત્રમાં શું થવાનું છે?

I.N.D.I.A ગઠબંધનની 24 પાર્ટી 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના વિશેષ સત્રમાં ભાગ લેવા માટે સંમત થયા છે. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ સંસદીય દળ (CPP) અધ્યક્ષ સોનિયા ગાંધી આ 24 પક્ષો વતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. I.N.D.I.A ગઠબંધન ફ્લોર લીડર્સની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ત્યારે સોમવારે સાંજે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ભારતના ગઠબંધન પક્ષોના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંસદના વિશેષ સત્રમાં વિરોધ પક્ષો દ્વારા ઉઠાવવામાં આવનાર મુદ્દાઓને પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાયબરેલીના સાંસદ સોનિયા ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. સંસદના વિશેષ સત્ર દરમિયાન મોંઘવારી, બેરોજગારી અને અન્ય 9 મુદ્દાઓ પર ચર્ચા કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ જયરામ રમેશે આ સમગ્ર મામલે માહિતી આપી હતી.

આ છે મહત્વપૂર્ણ મુદ્દાઓ

– ગૃહના વિશેષ સત્રમાં મોંઘવારી અને બેરોજગારી પર ચર્ચા થવી જોઈએ

– અદાણી કેસ પર JPC બનાવવાની માંગ

– ખેડૂતો માટે MSP

– મણિપુરની સ્થિતિ પર ચર્ચા

– પૂર અને દુષ્કાળનો સામનો કરી રહેલા રાજ્યોની સ્થિતિ પર ચર્ચા

કોંગ્રેસ નેતા જયરામ રમેશે શું કહ્યું?

કોંગ્રેસ નેતા જયરામ રમેશે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગઈકાલે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને I.N.D.I.A ગઠબંધન નેતાઓની બેઠક યોજાઈ હતી. અમે નિર્ણય લીધો છે કે અમે સંસદના વિશેષ સત્રનો બહિષ્કાર નહીં કરીએ. આ અમારા માટે જનતાના પ્રશ્નોને આગળ વધારવાનો અવસર છે અને દરેક પક્ષ અલગ-અલગ મુદ્દાઓને આગળ વધારવાનો પૂરો પ્રયાસ કરશે.

આ પણ વાંચો: ભ્રષ્ટાચાર/ માર્ગ અને મકાન વિભાગ ‘માર્ગ ભૂલ્યો’: SOR વગર જ થતી ખરીદી

આ પણ વાંચો: Asia Cup 2023/ એશિયા કપ સુપર-4માં ભારતીય ટીમ ક્યારે અને કોની સાથે ટકરાશે? જાણો સંપૂર્ણ શેડ્યુલ

આ પણ વાંચો: Sanatan Dharma/ “સનાતન ધર્મ” અંગે વિવાદાસ્પદ નિવેદન: યુપીમાં ‘ઉધયનિધિ સ્ટાલિન’ અને ‘પ્રિયંક ખડગે’ વિરુદ્ધ નોંધાઈ FIR