Not Set/ અમેરિકી ગુપ્તચર એજન્સી CIAના વડાએ કાબુલમાં તાલિબાન નેતા અબ્દુલ ગની બરાદર સાથે ગુપ્ત બેઠક યોજી

વોશિંગ્ટન પોસ્ટએ અમેરિકી સત્તાવાર સૂત્રોને ટાંકીને કહ્યું કે સીઆઈએના ડિરેક્ટર વિલિયમ બર્ન્સ અને તાલિબાન નેતા અબ્દુલ ગની બરાદર સોમવારે કાબુલમાં મળ્યા હતા.

Top Stories World
CIA

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને તાલિબાન ચીફને મળવા માટે દેશની ગુપ્તચર એજન્સી CIA ના વડાને મોકલ્યા. બંને સોમવારે મળ્યા હતા. વોશિંગ્ટન પોસ્ટએ મંગળવારે અહેવાલ આપ્યો હતો કે અફઘાનિસ્તાનની રાજધાની પર તાલિબાનના કબજા બાદ પ્રથમ ઉચ્ચ સ્તરીય રાજદ્વારી મંત્રણા હતી.

વોશિંગ્ટન પોસ્ટએ અમેરિકી સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે CIAના ડિરેક્ટર વિલિયમ બર્ન્સ અને તાલિબાન નેતા અબ્દુલ ગની બરાદર સોમવારે કાબુલમાં મળ્યા હતા. તેમની વચ્ચે આ બેઠક એવા સમયે આવી છે જ્યારે બિડેન વહીવટીતંત્ર કાબુલ એરપોર્ટ પર અફરાતફરી વચ્ચે અમેરિકન અને અન્ય સહયોગી દેશોના નાગરિકોને બહાર કાઢવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે.

 

મહત્વનું છે કે, આ પહેલા તાલિબાને અમેરિકાને ધમકી આપી છે કે તે 31 ઓગસ્ટ સુધીમાં અફઘાનિસ્તાન છોડી દે અથવા પરિણામ ભોગવે. વાસ્તવમાં તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પત્રકાર પરિષદમાં એક પત્રકારે પૂછ્યું કે જો અમેરિકા અને બ્રિટન અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવાની સમયમર્યાદા 31 ઓગસ્ટથી આગળ વધારવાનું કહે, તો શું તમે તેની સાથે સંમત થશો? આ અંગે તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને કહ્યું કે ના.

જ્યારે પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું કે તાલિબાન પ્રવક્તાએ કહ્યું કે, તમે તેને એક પ્રકારની ડેડ લાઈન કહી શકો છો. રાષ્ટ્રપતિ બિડેને જાહેરાત કરી હતી કે તેઓ 31 ઓગસ્ટ સુધીમાં અહીંથી (અફઘાનિસ્તાન) તમામ સૈનિકોને પાછા ખેંચી લેશે, પરંતુ જો તેઓ સમયમર્યાદા લંબાવે છે, તો તેનો અર્થ એ કે તેઓ અહીં કબજાની તારીખ પણ લંબાવી રહ્યા છે. જ્યારે તેની અહીં જરૂર નથી. મને લાગે છે કે તેનાથી સંબંધો બગડી જશે અને અમારી વચ્ચે અવિશ્વાસ પેદા થશે. જો તેઓ હજુ પણ સમયમર્યાદા વધારવાનો આગ્રહ રાખે છે, તો તેના પર પ્રતિક્રિયા આવશે. “આ નિવેદન દ્વારા તાલિબાને સ્પષ્ટ કર્યું છે કે તે 31 ઓગસ્ટ પછી અફઘાનિસ્તાનની ધરતી પર અમેરિકા કે બ્રિટનનું નામ પણ જોવા નથી માંગતા.

તાલિબાનના આ નિવેદનનો જવાબ આપવા માટે અમેરિકાએ પણ સમય નથી માંગ્યો. અમેરિકાએ સ્પષ્ટ કર્યું કે મહિનાના અંત પછી તેનો પણ અફઘાનિસ્તાનમાં રહેવાનો કોઈ ઈરાદો નથી.