ચક્રવાત/ ગુજરાતના દરિયાકાંઠે બિપરજોયનો ભારે કહેર,અડધી રાત સુધી મચાવશે તાંડવ

ગુજરાતના દ્વારકા જિલ્લામાં વૃક્ષો પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા છે. જખૌ અને માંડવી નગરો પાસે અનેક વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થયા હતા

Top Stories Gujarat
7 14 ગુજરાતના દરિયાકાંઠે બિપરજોયનો ભારે કહેર,અડધી રાત સુધી મચાવશે તાંડવ

ગુજરાતના દ્વારકા જિલ્લામાં વૃક્ષો પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા છે. જખૌ અને માંડવી નગરો પાસે અનેક વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થયા હતા. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં મકાનોના બાંધકામમાં વપરાતી ટીન શીટ ઉડી ગઈ હતી. તેમણે કહ્યું કે ગુજરાત પોલીસ, NDRF અને આર્મીની ટીમો દ્વારકાના જુદા જુદા ભાગોમાં ઉખડી ગયેલા વૃક્ષો અને ઈલેક્ટ્રીક થાંભલાઓને હટાવવાનું કામ કરી રહી છે.આ વાવાઝોડના લીધે ભારે તારાજી સર્જાઇ છે.

ચક્રવાત બિપરજોયનું કચ્છમાં લેન્ડફોલ શરૂ થયું છે. આ દરમિયાન 115-125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યરાત્રિ સુધી લેન્ડફોલ ચાલુ રહેશે. આ પછી વાવાઝોડું નબળું પડીને રાજસ્થાન તરફ વળશે. જો કે તે પહેલા કચ્છ, જામનગર અને દ્વારકામાં ભારે પવનના કારણે વીજ થાંભલા અને વૃક્ષો પડી ગયાના ચિત્રો બહાર આવી રહ્યા છે. આ વિસ્તારોમાં વીજળી પણ બંધ થઈ ગઈ છે. ચક્રવાતી તોફાન બિપરજોયના ખતરાને લઈને કેન્દ્રથી લઈને રાજ્ય સરકાર સુધી દરેક લોકો એલર્ટ પર છે. NDRFની 17 ટીમો અને SDRFની 12 ટીમો ગુજરાતમાં તૈનાત છે. સાથે જ નેવીના 4 જહાજોને હાલમાં સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. દરિયાકાંઠે રહેતા 74,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યો ચક્રવાતથી પ્રભાવિત છે. આ 9 રાજ્યો છે લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને રાજસ્થાન