ચક્રવાત/ કચ્છ જિલ્લાના જખૌ બંદર પર ભારે તારાજી શરૂ,અનેક વૃક્ષો ધરાશાયી,ભૂજ-નલિયા હાઈવે બંધ

બિપોરજોય વાવાઝોડું કચ્છ જિલ્લાના જખૌ બંદર પર ટકરાવા સાથે જ કહેરની શરૂઆત થઈ ગઈ છે. કચ્છ જિલ્લાના માંડવી સહિત 10 તાલુકામાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે

Top Stories Gujarat
6 11 કચ્છ જિલ્લાના જખૌ બંદર પર ભારે તારાજી શરૂ,અનેક વૃક્ષો ધરાશાયી,ભૂજ-નલિયા હાઈવે બંધ

કચ્છ સહિત ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં બિપોરજોય ગંભીર અસર પહોંચાડી રહ્યું છે. અનેક સ્થળો પર વૃક્ષો અને વીજળીનાં થાંભલાઓ ધારાશાહી થયાં છે તો ક્યાંક પેટ્રોલ પંપનાં છાપરાં ઊડવા લાગ્યાં.હજુપણ 40 કિમી દૂર છે વાવાઝોડું.

અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપોરજોય વાવાઝોડું કચ્છ જિલ્લાના જખૌ બંદર પર ટકરાવા સાથે જ કહેરની શરૂઆત થઈ ગઈ છે. કચ્છ જિલ્લાના માંડવી સહિત 10 તાલુકામાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. તોફાની પવન સાથે વરસેલા વરસાદના કારણે ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે.હાલ કચ્છ જિલ્લામાં 100 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે અનેક ઠેકાણે છાપરા, પતરાના શેડ અને વીજ પોલ ધરાશાયી થવાના સમાચાર સામે આવી રહ્યાં છે. વૃક્ષો ધરાશાયી થવાના કારણે ભૂજ-નલિયા હાઈવે બંધ કરવાની ફરજ પડી છે.

મુન્દ્રા ખાતે આવેલ અદાણીની ઓફિસના પતરા પણ ઊડ્યા હતા. જખૌ ખાતે આવેલા પેટ્રોલ પંપની છત ધરાશાયી થઈ હતી. હાલ જખૌથી 10 કિ.મી દૂર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. અહીં લોકોની અવર-જવર પર રોક લગાવી દેવામાં આવી છે.કચ્છ ઉપરાંત દ્વારકા જિલ્લામાં પણ 90 કિમીને ઝડપે પવન ફૂંકાવવાની શરૂઆત થઈ ગઈ છે. જેના કારણે અનેક હોટલોના સેડ ઊડ્યા હોવાના વીડિયો પણ સામે આવ્યા હતા. તેમજ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે.