ODI World Cup 2023/ ભારત-પાક. મેચ કાર લઈને જોવા જતા લોકો આ સમાચાર અચૂક વાંચે!

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ બુધવારે અમદાવાદમાં આવી પહોંચી છે અને ભારતીય ટીમ આજે પહોંચશે.

Top Stories Ahmedabad Gujarat Sports
YouTube Thumbnail 85 1 ભારત-પાક. મેચ કાર લઈને જોવા જતા લોકો આ સમાચાર અચૂક વાંચે!

ભારતમાં રમાઈ રહેલા વન ડે ક્રિકેટ વર્લ્ડ કપનો ઉત્સાહ ધીમે ધીમે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. આ વર્લ્ડ કપની સુપર હોટ મેચ એટલે કે ભારત-પાકિસ્તાન મેચ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ બુધવારે અમદાવાદમાં આવી પહોંચી છે અને ભારતીય ટીમ આજે પહોંચશે.

આ હાઈ વોલ્ટેજ મેચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચનારા દર્શકો માટે પાર્કિંગની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેચના દિવસે 25000 વાહનો પાર્ક થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અલગ અલગ 15 સ્થળોએ ખુલ્લા પ્લોટમાં પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યા છે. શો માય પાર્કિંગ એપ્લિકેશન દ્વારા વાહનચાલકો પાર્કિંગ મેળવી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. 15000 જેટલા ટુ વહીલર અને 7250 જેટલા ફોર વહીલર પાર્ક થઇ શકે તેવી વ્યવસ્થા કરાઇ હોવાનો અંદાજ છે.

પોલીસના અંદાજ અનુસાર, સવા લાખ લોકો સ્ટેડિયમની અંદર તો વીસ હજાર જેટલા લોકો સ્ટેડિયમ આસપાસ હશે. ટ્રાફિક પોલીસની 20 ક્રેઇન પણ સ્ટેડિયમની આસપાસ ફેરવવામાં આવશે. ગેટ નંબર 1 થી 6 માં બેરીકેટિંગની વાહનો પ્રવેશ કરી શકશે નહીં. સ્ટેડિયમથી બે થી અઢી કિલોમીટરમાં વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા કરાઇ છે.


whatsapp ad White Font big size 2 4 ભારત-પાક. મેચ કાર લઈને જોવા જતા લોકો આ સમાચાર અચૂક વાંચે!


આ પણ વાંચો: Caffe Fire/ વૃદ્ધને એવો તે કેવો ગુસ્સો આવ્યો કે કેફે સળગાવી દીધું!

આ પણ વાંચો: Israel Hamas War/ ઈઝરાયલ-હમાસના યુદ્ધ વચ્ચે બે દુશ્મનો એકસાથે આવ્યા!

આ પણ વાંચો: Amreli-Accident/ અમરેલીમાં પિતા-પુત્ર કચડાયા, અજાણ્યા વાહનચાલકે મારી ટક્કર