israel hamas war/ ઈઝરાયલ-હમાસના યુદ્ધ વચ્ચે બે દુશ્મનો એકસાથે આવ્યા!

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે પ્રથમ વખત ફોન પર વાતચીત થઈ છે.

Top Stories World
YouTube Thumbnail 84 1 ઈઝરાયલ-હમાસના યુદ્ધ વચ્ચે બે દુશ્મનો એકસાથે આવ્યા!

ઈઝરાયલ અને હમાસ વચ્ચે છઠ્ઠા દિવસે પણ યુદ્ધ ચાલુ છે. ઈઝરાયલે પહેલેથી જ ઘેરાયેલા ગાઝા પટ્ટીની સંપૂર્ણ નાકાબંધી લાદી છે, જેમાં ભાજન અને પાણી પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. સાથે ઈઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે તેમણે ગાઝા પટ્ટીમાં હમાસના 1500 આતંકવાદીઓને ઠાર કર્યા છે.

આ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે પ્રથમ વખત ફોન પર વાતચીત થઈ છે. બંનેએ પેલેસ્ટાઈનના મુદ્દે 45 મિનિટ સુધી વાત કરી. તેમણે પેલેસ્ટાઈનના વિકાસ પર મુસ્લિમ દેશોની એકતા વિશે વાત કરી.

ઈરાન અને સાઉદી અરબ વચ્ચેની આ વાતચીત એટલા માટે મહત્વની છે કારણ કે આ વર્ષની શરૂઆત સુધી મધ્ય પૂર્વના આ બંને દેશો પ્રતિદ્વંદી હતા, તેમની વચ્ચે રાજદ્વારી સંબંધો પણ નહોતા, પરંતુ માર્ચમાં ચીનના પ્રયાસોથી બંને દેશોએ આ વાતચીતથી મિત્રતાનો હાથ આગળ વધાર્યો.

મીડિયા રિપોર્ટ અનુસાર, લગભગ 300,000 ઇઝરાયલ સૈનિકો ગાઝા નજીક તૈનાત છે અને હમાસ સાથે યુદ્ધ માટે તૈયાર છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 1,200 ઈઝરાયલ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે પેલેસ્ટાઈનના 1,128 લોકો માર્યા ગયા છે.

બુધવારે ઈઝરાયલ સરકારે યુદ્ધ પર નજર રાખવા માટે ઈમરજન્સી યુનિટી ગવર્નમેન્ટ અને વોર કેબિનેટની રચના કરી હતી. નવી ઈમરજન્સી સરકારમાં વિરોધ પક્ષને પણ સામેલ કરવામાં આવ્યો છે. તેમાં વડાપ્રધાન નેતન્યાહુ, વિપક્ષી નેતા બેની ગેન્ટ્ઝ અને વર્તમાન રક્ષા મંત્રી યોવ ગેલન્ટ હાજર રહેશે.

અમેરિકાના સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકન ગુરુવારે (12 ઓક્ટોબર) ઈઝરાયલ પહોંચ્યા હતા. તેઓ અહીં વરિષ્ઠ અધિકારીઓને મળશે. હમાસ સાથેના યુદ્ધમાં ઈઝરાયેલને અમેરિકાનું સમર્થન છે.


whatsapp ad White Font big size 2 4 ઈઝરાયલ-હમાસના યુદ્ધ વચ્ચે બે દુશ્મનો એકસાથે આવ્યા!


આ પણ વાંચો: Amreli-Accident/ અમરેલીમાં પિતા-પુત્ર કચડાયા, અજાણ્યા વાહનચાલકે મારી ટક્કર

આ પણ વાંચો: Delhi/ દિલ્હીના રસ્તા પર મોતનું તાંડવ, કાર ચાલકને દોઢ કિલોમીટર સુધી ઢસડ્યો: જુઓ વીડિયો

આ પણ વાંચો: Locopilot Mistake/ ટ્રેન ડ્રાઇવર સ્ટોપેજ જ ભૂલી જતાં પ્રવાસીઓ પરેશાન