Not Set/ અમેરિકામાં કોરોનાની ગતિ ધીમી પડી, જ્યારે સ્પેનમાં કોરોનાથી લોકોનાં મોત પર 10 દિવસનો રાષ્ટ્રીય શોક

અમેરિકામાં કોરોના વાયરસનો કહેર ચાલુ છે, કોવિડ 19 ને કારણે અમેરિકામાં અત્યાર સુધીમાં 98,902 લોકોનાં મોત નીપજ્યાં છે, પરંતુ અમેરિકામાં કોરોના વાયરસથી સતત ત્રીજા દિવસે 700 થી ઓછા મૃત્યુ થયા છે, એવું માનવામાં આવે છે કે અમેરિકામાં વાયરસની ગતિ હવે ધીમી પડી ગઈ છે. US records less than 700 new #coronavirus deaths for the third […]

World
642754be2d23c35c7691449a73b7d1d3 અમેરિકામાં કોરોનાની ગતિ ધીમી પડી, જ્યારે સ્પેનમાં કોરોનાથી લોકોનાં મોત પર 10 દિવસનો રાષ્ટ્રીય શોક

અમેરિકામાં કોરોના વાયરસનો કહેર ચાલુ છે, કોવિડ 19 ને કારણે અમેરિકામાં અત્યાર સુધીમાં 98,902 લોકોનાં મોત નીપજ્યાં છે, પરંતુ અમેરિકામાં કોરોના વાયરસથી સતત ત્રીજા દિવસે 700 થી ઓછા મૃત્યુ થયા છે, એવું માનવામાં આવે છે કે અમેરિકામાં વાયરસની ગતિ હવે ધીમી પડી ગઈ છે.

વળી બીજી તરફ સ્પેનિશ સરકારે કોરોના વાયરસથી માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 10 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. રાષ્ટ્રીય શોક બુધવારથી 5 જૂન સુધી શરૂ થશે, આ દરમિયાન દેશભરમાં લગભગ 14,000 સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધા નમાવી દેવામાં આવશે, આપને જણાવી દઇએ કે સ્પેનમાં 27 હજારથી વધુ લોકોએ આ ચેપને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની નવીનતમ માહિતી અનુસાર, કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 3,42,000 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 54 લાખથી વધુ લોકો આ વાયરસનો શિકાર બન્યા છે, આ વાયરસને કારણે 4,383 લોકોનાં મોત નીપજ્યાં છે, જેના કારણે કુલ મૃત્યુઆંક 3,42,070 પર પહોંચી ગયો છે. આપને જણાવી દઇએ કે, વિશ્વ આરોગ્ય સંગઠને 11 માર્ચે કોરોના વાયરસને વૈશ્વિક રોગચાળો જાહેર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.