Not Set/ પ્રવાસી મજૂરોની કફોડી હાલતને લઇને સુપ્રીમ કોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ

લોકડાઉન દરમ્યાન પરપ્રાંતિય મજૂરોની દુર્દશા અંગે દેશની સુપ્રીમ કોર્ટે જાતે નોંધ લેતા ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે. લોકડાઉનથી પરેશાન અને વિના કોઇ કામનાં કારણે ખરાબ જીવન જીવવા પર મજબૂર પ્રવાસી મજૂરોની સ્થિતિ પર ઉંડી ચિંતા વ્યક્ત કરતાં કોર્ટે જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રમાં સરકાર, રાજ્ય […]

India
d7adae34bebae890c25f41415e182af1 1 પ્રવાસી મજૂરોની કફોડી હાલતને લઇને સુપ્રીમ કોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ

લોકડાઉન દરમ્યાન પરપ્રાંતિય મજૂરોની દુર્દશા અંગે દેશની સુપ્રીમ કોર્ટે જાતે નોંધ લેતા ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે. લોકડાઉનથી પરેશાન અને વિના કોઇ કામનાં કારણે ખરાબ જીવન જીવવા પર મજબૂર પ્રવાસી મજૂરોની સ્થિતિ પર ઉંડી ચિંતા વ્યક્ત કરતાં કોર્ટે જવાબ માંગ્યો છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્રમાં સરકાર, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારી છે અને ગુરુવાર સુધી જવાબ આપવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ અશોક ભૂષણ, ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને ન્યાયાધીશ એમ.આર. શાહની ખંડપીઠે મીડિયામાં આવી રહેલા સમાચારો બાદ જાતે નોંધ લીધી હતી. કોર્ટે કહ્યું કે, સળગતા તડકામાં રસ્તા પર ચાલતા કામદારોને મદદની જરૂર છે. કોર્ટે કહ્યું કે સરકારો દ્વારા કરવામાં આવતી વ્યવસ્થા પૂરતી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આનો જવાબ આપવો પડશે.

કોર્ટે કહ્યું કે, સરકારે પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે પહોંચવામાં મદદ કરવી જોઈએ. તેમના માટે મફત મુસાફરી, રહેઠાણ, ભોજનની વ્યવસ્થા કરો. સરકારો દ્વારા આ અંગે તાત્કાલિક પગલા લેવા જોઈએ. આ કેસમાં ગુરુવારે ફરી એકવાર કોર્ટ સુનાવણી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.