Not Set/ રામ જન્મભૂમિ ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસ કોરોના પોઝિટીવ

અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ગુરુવારે સવારે અચાનક તબિયત બગડતાં તેમને મથુરાની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. મહંત નૃત્ય ગોપાલદાસે 5 ઓગસ્ટે રામ મંદિર ભૂમિ પૂજનમાં હાજરી આપી હતી જેમાં પીએમ મોદી, સીએમ યોગી સહિત અનેક મોટી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. મહંત નૃત્ય ગોપાલદાસ બુધવારે […]

India Uncategorized
a6266f3d3a33049bbea5f591f32ceabd 1 રામ જન્મભૂમિ ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસ કોરોના પોઝિટીવ

અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ગુરુવારે સવારે અચાનક તબિયત બગડતાં તેમને મથુરાની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. મહંત નૃત્ય ગોપાલદાસે 5 ઓગસ્ટે રામ મંદિર ભૂમિ પૂજનમાં હાજરી આપી હતી જેમાં પીએમ મોદી, સીએમ યોગી સહિત અનેક મોટી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.

મહંત નૃત્ય ગોપાલદાસ બુધવારે અયોધ્યાથી મથુરા પહોંચ્યા હતા. જન્માષ્ટમી મહા અભિષેક અને અન્ય કાર્યક્રમો રાત્રે જન્મસ્થળ પર કરવામાં આવ્યા બાદ મહંત નૃત્ય ગોપાલદાસ મથુરા જંકશન રોડ પર હનુમાન મંદિર પહોંચ્યા હતા. તેમણે રાત્રે ત્યાં જ આરામ કર્યો.

ગુરુવારે સવારે તેમની તબિયત અચાનક લથડી હતી. માહિતી મળતાની સાથે જ જિલ્લા મેજિસ્ટ્રેટ સર્વજ્ઞ  રામ મિશ્રા અને સીએમઓ મંદિર પહોંચી ગયા હતા. આરોગ્ય વિભાગની ટીમ એમ્બ્યુલન્સ સહિત મંદિર પહોંચી ગઈ છે. હનુમાન મંદિરમાં જ મહંત નૃત્ય ગોપાલદાસનો કોરોના રીપોર્ટ કરવામાં આવ્યો. તેઓને કઇ મુશ્કેલી ઉભી કરી તે પણ જાણી શકાયું નથી.

બીજી બાજુ સીએમ યોગીએ કોરોના પોઝિટિવ મહંત નૃત્ય ગોપાલદાસ સ્વાસ્થ્ય વિશે પૂછ્યું છે. તેમણે ડીએમ મથુરા અને મેદાંતના ડો. ત્રેહન સાથે વાત કરી અને તેમને હોસ્પિટલમાં તાત્કાલિક તબીબી સહાય માટે વિનંતી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.