સેશન્સ કોર્ટ/ પુખ્ત સ્ત્રી પર દુષ્કર્મ મામલે અમદાવાદ સેશન્સ કોર્ટનું મહત્વનું નિવેદન

અમદાદવાની મહિલા અને કેનેડીયન નાગરિક 2022માં મેટ્રોમોનિયલ સાઈટ પર સંપર્કમાં આવ્યા. આ પરિચય આગળ વધતા શારીરિક સંબંધ બંધાયા બાદ કેનેડિયન નાગરિકે લગ્નની ના પાડતા મહિલાએ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી.

Uncategorized

અમદાવાદની સેશન્સ કોર્ટે પુખ્ત સ્ત્રી પર દુષ્કર્મ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. સેશન્સ કોર્ટે એક કેસની સુનાવણીમાં અવલોકન કરતાં જણાવ્યું કે પુખ્ત સ્ત્રી લગ્નની લાલચે સહમતિથી શારીરિક સંબંધ બાંધે તો તેને દુષ્કર્મ ના ગણાય. સેશન્સ કોર્ટે કેનેડાનું નાગરિકત્વ ધરાવતા એક પુરુષ વિરુદ્ધ કરવામાં આવેલ ફરિયાદ પર આ મહત્વનું નિવેદન આપ્યું.

આ કેસની મળતી પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદ કરવામાં આવેલ કેનેડાનું નાગરિકત્વ ધરાવતો પુરુષ અને અમદાવાદની ફરિયાદી મહિલા એક સાઈટ મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આ બંને મેટ્રોમોનિયલ સાઈટ મારફતે લાંબા સમય સુધી એકબીજા સાથે વાતચીત કરતા હતા. આ પરિચય વધુ ગાઢ બન્યો. પુરુષે મહિલાને લગ્નની લાલચ આપી હતી. મહિલા પણ પુરુષની વાતોમાં આવી ગઈ અને અમદાવાદની મહિલા અને કેનેડીયન પુરુષ વચ્ચે શારીરિક સંબંધ બંધાયો. જો કે બાદમાં મહિલાએ કેનેડીયન પુરુષ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

કેનેડીયન પુરુષની ધરપકડ થતા તેણે અમદાવાદની કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી. કેનેડીયન નાગરીકે જામીન અરજીમાં જણાવ્યું કે મહિલાના કહેવા પર જ બંને વચ્ચે પારસ્પિક સમજૂતીથી શારીરિક સંબંધ બંધાયો હતો. સાથે તેણે એમ પણ કહ્યું કે મહિલા પોતે ડિવોર્સી હોવાની વાત તેણે છૂપાવી હતી. આ અરજીનું એવલોકન કરતાં અંતે કોર્ટ ફરિયાદી પુખ્ત મહિલા પર દુષ્કર્મ કરવા મામલે મહત્વનું નિવેદન આપ્યું. કોર્ટે કહ્યું કે ફરિયાદી પુખ્ત મહિલાએ લગ્નની લાલચથી સહમતિથી સંબંધ બાંધ્યો હોવાથી તેને દુષ્કર્મ ના કહેવાય.

નોંધનીય છે કે અમદાદવાની મહિલા અને કેનેડીયન નાગરિક 2022માં મેટ્રોમોનિયલ સાઈટ પર સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ આ પરિચય  આગળ વધ્યો અને 2023માં કેનેડીયન પુરુષ ભારતમાં પોતાના માતા-પિતાને મળવા આવ્યો ત્યારે બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયો. જો કે પુરુષે લગ્ન કરવાનો ઇનકાર કરતા નારાજ મહિલાએ દુષ્કર્મની ફરિયાદ કરી હતી. મહિલાની કેનેડીયન પુરુષ મિત્ર દુષ્કર્મની ફરિયાદ પર કેસની સુનાવણીમાં સેશન્સ કોર્ટે જામીન આપવા કેટલીક શરતો મૂકી હતી. જેમાં કેનેડિયન નાગરિકે પાસપોર્ટ જમા કરાવા આદેશ કરવા સાથે કેનેડા જવું પડે તો 15 દિવસ પહેલા કોર્ટને જાણ કરવા આદેશ કર્યો હતો.