Jamnagar/ જામનગરમાં 24 મીટર ડી પી રોડની કામગીરીને લઈ મેગા ડિમોલિશન

જામનગરમાં ઘાંચીની ખડકીથી ટીટોડી વાડી વિસ્તારમાં 24 મીટર નો ડી.પી. રોડ બનાવવા માટે મહાનગરપાલિકાનું મેગા ડીમોલેશન, અંદાજે એક કિ.મી. લાંબા રોડ પર ખડકી દેવાયેલા 14 પાકા મકાનો અને વાડા સહિતના 24 દબાણો દૂર કરવા કાર્યવાહી,

Top Stories Gujarat Others

@સાગર સંઘાણી

Jamnagar News:જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘાંચીની ખડકી થી ટીટોડી વાડી સુધીના 24 મીટરનો નવો ડી.પી. રોડ બનાવવા  માટે આજે મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું, અને કાચા પાકા 24 જેટલા મકાનો સહિતના દબાણોને હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

 જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘાંચીની ખડકીથી ટીટોડી વાડી સુધીના વિસ્તારમાં ૨૪ મીટર પહોળા અને અંદાજે સવા કિલોમીટર જેટલા લાંબા નવા ડીપી રોડ બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી, અને તેના માટે ઉપરોક્ત જગ્યામાં થયેલા દબાણોને દૂર કરવા માટે આજે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.

જામનગર મહાનગર પાલિકાના નવા ડેપ્યુટી કમિશનર યોગીરાજસિંહ ગોહિલ, સીટી ઇજનેર ભાવેશ જાની, કાર્યપાલક ઇજનેર મુકેશ વરણવા, એસ્ટેટ ઓફીસર નીતિન દીક્ષિત, સોક્યોરિટી ઓફિસર સુનિલ ભાનુશાલી સહિતના અધિકારીઓ ની ટીમ બનાવના સ્થળે હાજર રહી હતી.જ્યારે સિટી એ. ડિવિઝન ના પી.આઈ. નિકુંજ ચાવડા અને તેમની ટીમ સાથેનો ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એસ્ટેટ શાખાની ટુકડી  ત્રણ જેસીબી મશીન,ટ્રેક્ટર વગેરે સાથે બનાવ ના સ્થળે પહોંચી હતી, ત્યાં ફાયર બ્રિગેડ ની ટીમ પણ મદદમાં જોડાઈ હતી, અને દબાણો હટાવવાનું શરૂ કર્યું હતું.

ઉપરોક્ત માર્ગ પર ૧૪ પાકા મકાનો ખડકી દેવાયા હતા, જે તમામ મકાન માલિકો ને નોટિસ આપ્યા પછી તેઓને માલ સામાન ખાલી કરી દેવાની તક અપાઈ હતી, ત્યારબાદ ડીમોલેસન કરવામાં આવ્યું છે, અને તમામ દબાણો દૂર કરાયા છે. સાથો સાથ ૧૦ જેટલા નાના મોટા વાડા બાંધી દેવાયા હતા, જે તમામ જગ્યા પણ ખુલ્લી કરીને તેના પરની કાંટાળી ફેન્સીંગ તાર સહિતનું દબાણ દૂર કરી દેવાયું હતું. ટૂંક સમયમાં જ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં ૨૪ મીટરની પહોળાઈ નો સવા કિલોમીટર સુધીનો લાંબો ડી.પી. રોડ બનાવવાની કાર્યવાહી શરૂ કરી દેવાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:Maharashtra/છત્રપતિ સંભાજીનગરની ફેક્ટરીમાં લાગી આગ, દાઝી જવાથી છ લોકોના મોત

આ પણ વાંચો:Hiranandani/મુંબઈના ટ્રાફિકે ઉભી કરી મુશ્કેલી તો અબજોપતિ લોકલ ટ્રેનમાં દોડ્યા ઓફિસે

આ પણ વાંચો:Suicide Case/સરકારી ડૉક્ટરે લાઇસન્સવાળી બંદૂકથી ગોળી મારીને કરી આત્મહત્યા, ખળભળાટ ફેલાયો