સુરત/ વાહન રજીસ્ટ્રેશન મામલે આજથી જ લાગુ થયો આ નવો નિયમ ,જાણો શું છે આ મામલો

વાહન રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ડીલરો ગેરરીતિ આચરશે તો દંડથી લઈ ડીલરશીપ રદ કરવા સુધીની કાર્યવાહી થશે

Gujarat Surat Trending Breaking News
Surat RTO વાહન રજીસ્ટ્રેશન મામલે આજથી જ લાગુ થયો આ નવો નિયમ ,જાણો શું છે આ મામલો

@અમિત રૂપાપરા 

આજથી ડીલરો દ્વારા જ વાહનના રજીસ્ટ્રેશનની અને વાહનમાં HSRP નંબર પ્લેટ ફીટ કરીને વાહનની ડીલેવરી કસ્ટમરને કરવામાં આવશે. ત્યારે આ બાબતે અગાઉથી જ આરટીઓ દ્વારા તમામ ડીલરો સાથે તાલીમ બાબતે વર્કશોપ યોજવામાં આવ્યા હતા. કઈ રીતે ડોક્યુમેન્ટની ચકાસણી કરવી, કઈ રીતે ડોક્યુમેન્ટ વાહન સોફ્ટવેરમાં અપડેટ કરવા અને કઈ રીતે વાહન રજીસ્ટ્રેશનની પ્રોસેસ કરવી તે તમામ સમજ આપવામાં આવી હતી. ત્યારે હવે સુરત આરટીઓ દ્વારા પણ આ બાબતે ડીલરો દ્વારા આ તમામ કામગીરી યોગ્ય થાય છે કે નહીં તે બાબતે ડીલરો પર ચાંપતી નજર રાખવામાં આવશે. જો કોઈ ડીલર ગેરરીતી કરતો સામે આવશે તો તેની સામે પોલીસી અંતર્ગત કરવામાં દંડની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ગેરરીતિ મોટી હોય તો ફોજદારી કાર્યવાહી તેમજ ડીલરશીપ રદ કરવા સુધીની કાર્યવાહી પણ આરટીઓ દ્વારા કરવામાં આવી શકે છે.

14 સપ્ટેમ્બર 2023થી ગુજરાતમાં ડીલરો જ વાહન રજીસ્ટ્રેશનની પ્રોસેસ કરશે. જેના કારણે 14 સપ્ટેમ્બર 2023થી જે પણ વાહનોનું વેચાણ થયું હશે તે તમામ વાહનોને HSRP નંબર પ્લેટ સાથે કસ્ટમરને સોંપવાની જવાબદારી જે તે ડીલરની રહેશે. ડીલરો દ્વારા કસ્ટમરના તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરી તેમને આ ડોક્યુમેન્ટ વાહન સોફ્ટવેરમાં અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ ટેક્સની ભરપાઈ પણ કરવાની રહેશે અને ત્યારબાદ વાહન રજીસ્ટ્રેશનની પ્રોસેસ બાદ સોફ્ટવેરમાંથી જે તે નંબર વાહનનું રજીસ્ટ્રેશન થાય તે નંબરની HSRP નંબર પ્લેટ તૈયાર કરીને તે નંબર પ્લેટને વાહનમાં ફિટ કરી વાહન કસ્ટમરને ડીલર દ્વારા સોંપવાનું રહેશે.

Untitled 29 6 વાહન રજીસ્ટ્રેશન મામલે આજથી જ લાગુ થયો આ નવો નિયમ ,જાણો શું છે આ મામલો

જોકે આ નિયમ લાગુ થયા પહેલા જ સુરત આરટીઓ દ્વારા સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ ડીલરો સાથે અગાઉ તાલીમના વર્કશોપ કરવામાં આવ્યા છે. બેથી ત્રણ તાલીમ વર્કશોપ યોજીને સુરત આરટીઓના અધિકારીઓ દ્વારા ડીલરને આ તમામ પ્રોસેસ સમજાવવામાં આવી છે. આ પ્રોસેસ દરમિયાન જો ડીલરોને કોઈપણ પ્રકારની તકલીફ પડે તો તેઓ આરટીઓનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત ડીલર દ્વારા કોઈપણ પ્રકારની ગેરરીતી આ મામલે કરવામાં આવશે તો ડીલર રજિસ્ટ્રેશન પોલીસી અંતર્ગત દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. ગેરરીતી જોતા ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. ઉપરાંત જો મોટી ગેરરીતિથી જણાય તો ડીલરનું રજીસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી પણ સુરત આરટીઓ દ્વારા કરવામાં આવી શકે છે.

આ ઉપરાંત સુરત શહેર આરટીઓના અલગ અલગ અધિકારીઓ દ્વારા ડીલરોને સૂચના આપી દેવામાં આવી છે કે, તમામ ડોક્યુમેન્ટની ચકાસણી યોગ્ય રીતે કરવી અને જો ડોક્યુમેન્ટ બરાબર જણાય તો જ તેનું રજીસ્ટ્રેશન કરવું અને વાહનની ડીલેવરી કસ્ટમરને કરવી. આ ઉપરાંત સુરત આરટીઓના અધિકારીઓ દ્વારા અલગ અલગ ડીલરને ત્યાં આ પ્રોસેસ કયા પ્રકારે થાય છે અને તેમાં કોઈ ગેરરીતી આચરવામાં આવે છે કે નહીં તે બાબતે સમયાંતરે તપાસ પણ કરવામાં આવશે. શરૂઆતના સમયમાં જે તે જરૂરિયાત ડીલરોને માર્ગદર્શન આરટીઓ તરફથી આપવામાં આવશે.

આ પણ વાંચો:દ્વારકામાં શિક્ષકે 16 વર્ષની તરુણી પર આચર્યું દુષ્કર્મ, ભાઈને જાનથી મારી નાખવાની હતી હતી ધમકી

આ પણ વાંચો:સુરત પોલીસે 7 બાંગ્લાદેશીઓની કરી ધરપકડ, માનવ તસ્કરીના રેકેટનો થયો પર્દાફાશ

આ પણ વાંચો:આવા થીગડા માર્યાને તો મા અંબા પણ નહીં છોડે?

આ પણ વાંચો:સુરત મહાનગરપાલિકાના અધિકારી અને પટાવાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા