Not Set/ પંચમહાલ કલેકટર તરીકે આજરોજ ડી.કે. પ્રવિણાએ સંભાળ્યો પદભાર,જિલ્લાના વિકાસ માટે આપ્યા કોલ

તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ૭૭ જેટલા આઈ.એ.એસ. અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.જેમાં પંચમહાલ જિલ્લા કલેકટર અમિત અરોરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, બીજી તરફ

Top Stories Gujarat
dk pravina પંચમહાલ કલેકટર તરીકે આજરોજ ડી.કે. પ્રવિણાએ સંભાળ્યો પદભાર,જિલ્લાના વિકાસ માટે આપ્યા કોલ

મોહસીન દાલ, પંચમહાલ@ મંતવ્ય ન્યૂઝ

તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ૭૭ જેટલા આઈ.એ.એસ. અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.જેમાં પંચમહાલ જિલ્લા કલેકટર અમિત અરોરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, બીજી તરફ પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે કચ્છના કલેકટર ડી.કે. પ્રવિણાની નિયુક્તિ કરવામાં આવી હતી.આજરોજતેમણે પોતાની નિયુક્તિ સાથે પંચમહાલના વિકાસ માટેના કોલ આપ્યા હતા.

જિલ્લાના પૂર્વ કલેકટર અમિત અરોરા દ્વારા ગતરોજ પંચમહાલ જિલ્લાનો કલેકટર તરીકેનો ચાર્જ છોડવામાં આવ્યો હતો.બીજી તરફ પંચમહાલ જિલ્લાના નવનિયુક્ત કલેકટર ડી.કે.પ્રવિણા દ્વારા આજરોજ પંચમહાલ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળવામાં આવ્યો હતો. આમ, નવનિયુક્ત જિલ્લા કલેકટર ડી.કે.પ્રવિણા દ્વારા પંચમહાલ જિલ્લાની વિકાસયાત્રાને આગામી સમયમાં આગળ ધપાવવામાં આવશે.

ગઈકાલે પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે તાજેતરમાં જ ફરજ બજાવતા અમિત અરોરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે, ત્યારે પંચમહાલ જિલ્લા કલેકટર અમિત અરોરા દ્વારા કોરોનાકાળ દરમ્યાન સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.ત્યારે આજરોજ પંચમહાલ જિલ્લા પંચાયત સંલગ્ન BRGF ભવન હોલ ખાતે અમિત અરોરાનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

જિલ્લા કલેકટર અમિત અરોરા દ્વારા પોતાના કાર્યકાળ દરમ્યાનના સંસ્મરણો વાગોળવામાં આવ્યા હતા, પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર આયોજિત આ વિદાય સમારંભમાં વિવિધ અઘિકારીઓ દ્વારા અમિત અરોરાને કમિશનર પદ તરીકેની મહત્વની જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, જિલ્લા કલેકટર તરીકે રહેલા અમિત અરોરાએ જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લામાં કલેકટરપદ મારા માટે મહત્વનું બની રહ્યું છે, કોરોના કાળમાં પણ કેટલાક અનુભવ મેળવ્યા છે, જે આગામી સમયમાં કામ આવશે.

majboor str 24 પંચમહાલ કલેકટર તરીકે આજરોજ ડી.કે. પ્રવિણાએ સંભાળ્યો પદભાર,જિલ્લાના વિકાસ માટે આપ્યા કોલ