પરિણામ/ SC નો તમામ રાજ્ય બોર્ડોને આદેશ- 31 જુલાઈ પહેલા ધોરણ 12 નું જાહેર કરે પરિણામ

મોટાભાગનાં રાજ્ય બોર્ડે તેમની ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા રદ કરી દીધી છે.

Top Stories India
arjnnn 7 SC નો તમામ રાજ્ય બોર્ડોને આદેશ- 31 જુલાઈ પહેલા ધોરણ 12 નું જાહેર કરે પરિણામ

મોટાભાગનાં રાજ્ય બોર્ડે તેમની ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા રદ કરી દીધી છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે તે બધા રાજ્ય બોર્ડને 31 મી જુલાઇ સુધીમાં 12 માં ધોરણનું પરિણામ જાહેર કરવા આદેશ આપ્યો છે.

ચોંકાવનારો દાવો / બિડેનનાં દિકરાએ કોલ ગર્લને ચુકવ્યાં 18 લાખ રૂપિયા, ન્યુયોર્ક પોસ્ટે કર્યો દાવો

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જે રાજ્યોએ હજુ સુધી આંતરિક આકારણીની યોજના તૈયાર કરી નથી, તેમની પાસે 10 દિવસનો સમય છે. આ અગાઉ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) એ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, તેની યોજના છે કે ધોરણ 12 નાં વિદ્યાર્થીઓ માટે મૂલ્યાંકન માપદંડ વર્ગ 10 અને વર્ગ 11 નાં પરિણામો પર આધારિત હશે. સીબીએસઇએ જણાવ્યું હતું કે, ધોરણ 12 માં કુલ ગુણ અગાઉની પરીક્ષાઓનાં પ્રદર્શનનાં આધારે રહેશે. બોર્ડે કહ્યું હતું કે, 31 જુલાઈ સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે. બીજી તરફ, ઉત્તર પ્રદેશનાં નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ લખનઉમાં કહ્યું હતું કે, યુપી બોર્ડ ધોરણ 10 અને 12 નાં પરિણામ અને માર્કશીટ જુલાઈમાં જાહેર કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડ (યુપીએમએસપી) એ 20 મી જૂને દસમાં અને 12 માં ધોરણનાં વિદ્યાર્થીઓનાં મૂલ્યાંકન માટે એક નવું ફોર્મ્યુલા જાહેર કર્યું હતું.

ચાર્જ સંભાળ્યો / સ્માર્ટસિટીમાં જુના અધિકારીઓની કંડારેલી કેડી પર ખરી ઉતરશે નવનિયુક્ત ત્રિપુટી ?, વ્યક્ત કર્યો વિશ્વાસ

સીબીએસઇ બોર્ડે ધોરણ 12 ની પરીક્ષા માટેનાં મૂલ્યાંકનનાં માપદંડ રજૂ કરતી વખતે કોર્ટને કહ્યું હતું કે, 40 ટકા ગુણ ધોરણ 12 નાં પ્રિ-બોર્ડ પર આધારિત હશે. જ્યારે 10 અને 11 ની પરીક્ષાનાં પણ 30-30 ટકા માર્કસ એકત્રિત કરવામાં આવશે. બોર્ડે ધોરણ 12 માં પરિણામમાં અગાઉની પરીક્ષાઓનાં પ્રદર્શનને પણ મહત્વ આપવાનું નક્કી કર્યું છે. સીબીએસઇએ એસસીને કહ્યું હતું કે, પ્રેક્ટિકલ્સ 100 ગુણની હશે અને શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવેલા માર્કસ જ માન્ય રહેશે. આપને જણાવી દઈએ કે, આઈસીએસઈ બોર્ડે સુપ્રીમ કોર્ટને સોગંદનામું પણ આપ્યું છે કે પરિણામ 31 જુલાઇ પહેલા જાહેર કરવામાં આવશે.

majboor str 24 SC નો તમામ રાજ્ય બોર્ડોને આદેશ- 31 જુલાઈ પહેલા ધોરણ 12 નું જાહેર કરે પરિણામ