Not Set/ ૩૪ દિવસના સર્ચ ઓપરેશન બાદ ઇન્ડીયન નેવીને કોલસાની ખાણમાંથી ૧૫ મજૂરમાંથી એકની ડેડબોડી મળી

છેલ્લા ૩૪ દિવસથી મેઘાલયમાં કોલસાની ખાણમાં ફસાયેલા ૧૫ મજૂરને બહાર નીકાળવા માટેનું ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઓપરેશનમાં ઇન્ડીયન નેવી સહીત બીજા સુરક્ષાદળ પણ જમીન-આસમાન એક કરીને મહેનત કરી રહ્યા છે તેવામાં નેવીને એક મજૂરની બોડી મળતા સફળતા મળી છે પરંતુ આ મજૂરને જીવતો બચાવી શકાયો નહતો તેનો અફસોસ પણ છે. #WATCH: Search operations underway […]

Top Stories India Trending
megha ૩૪ દિવસના સર્ચ ઓપરેશન બાદ ઇન્ડીયન નેવીને કોલસાની ખાણમાંથી ૧૫ મજૂરમાંથી એકની ડેડબોડી મળી

છેલ્લા ૩૪ દિવસથી મેઘાલયમાં કોલસાની ખાણમાં ફસાયેલા ૧૫ મજૂરને બહાર નીકાળવા માટેનું ઓપરેશન ચાલી રહ્યું છે.

આ ઓપરેશનમાં ઇન્ડીયન નેવી સહીત બીજા સુરક્ષાદળ પણ જમીન-આસમાન એક કરીને મહેનત કરી રહ્યા છે તેવામાં નેવીને એક મજૂરની બોડી મળતા સફળતા મળી છે પરંતુ આ મજૂરને જીવતો બચાવી શકાયો નહતો તેનો અફસોસ પણ છે.

ઇન્ડિયન નેવીનું અન્ડર વોટર રીમોટ કન્ટ્રોલ વ્હીકલ દ્વારા એક મજૂરની બોડી દેખાઈ છે.

૧૩ ડીસેમ્બરના રોજ પૂર્વ જૈતીયા હિલ્સ જીલ્લમાં ગેરકાયદેસર કોલસાની ખાણમાં ૧૫ મજૂર ફસાઈ ગયા હતા. આ મજૂરને બહાર નીકળવા માટે એનડીઆરએફની ટીમ અને ઇન્ડિયન આર્મીએ પણ હાથ લંબાવ્યો હતો.

નેવી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે એક ડેડ બોડી નેવીના આરઓવી દ્વારા મળી આવી છે અને બીજા મજૂરને શોધવાનું સર્ચ ઓપરેશન પણ હાલ ચાલુ જ છે.

૨૦૦ ફીટ ઊંડેથી એક મૃત બોડી મળી આવી છે. આ ઓપરેશનમાં કુલ ૨૦૦ બચાવકર્તા કાર્યરત છે. ઓરિસ્સાથી ખાણમાંથી પાણી ખેંચવા માટે હાઈ-પાવરનો પંપ પમ મંગાવવામાં આવ્યો હતો પરંતુ તેમાં કોઈ સફળતા મળી નહતી.

સુપ્રીમ કોર્ટે ઠાલવ્યો હતો ગુસ્સો 

તમને જણાવી દઈએ કે ૧૩ ડીસેમ્બરથી મેઘાલયમાં કોલસાની ખાણમાં ૧૫ મજૂર ફસાયેલા છે. આ રેસ્ક્યુ ઓપરેશનને લઈને સુપ્રીમ કોર્ટ ભડકી ઉઠી છે તેણે આ રેસ્ક્યુ ઓપરેશન પર ઘણા પ્રશ્નો ઉઠાવ્યા હતા.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મામલો ઘણો ગંભીર અને ચિંતાજનક છે.

જસ્ટીસ એકે સીકરી અને જસ્ટીસ એસ અબ્દુલ નજીરની બેંચે કહ્યું હતું છે કે જો સરકાર કદમ ઉઠાવી રહી છે તો ખાણમાં ફસાયેલા મજૂરનું શું થયું ? ૧૫ મજૂરો ખાણમાં ફસાયા છે તેને કેટલો સમય થઇ  ગયો ? આ મામલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે બીજી એજન્સીનો સમન્વય કેમ નથી ? અમે અત્યાર સુધીમાં કરવામાં આવેલા પ્રયત્નોથી ખુશ નથી. મજૂરોને બહાર નીકળવા માટે જલ્દી જ કોઈ પગલા ઉઠાવવાની જરૂર છે.

તેઓ જીવિત છે કે મૃત તેનાથી કોઈ સંબંધ નથી તે લોકોને બહાર નીકળવા જોઈએ. વધુમાં જસ્ટીસ સીકરીએ કહ્યું હતું કે અમે પ્રાર્થના કરીએ છીએ કે તે બધા જીવિત હોય.

સુપ્રીમ કોર્ટના સોલીસીટર જનરલ તુષાર મહેતા કહ્યું કે શુક્રવાર સુધીમાં કોર્ટને જણાવો કે મજૂરને નીકળવા માટે શું પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ? કોર્ટે વધુમાં કહ્યું હતું કે તે લોકો ખાણમાં ફસાયેલા છે તેવામાં એક-એક સેકન્ડ એ લોકો માટે કીમતી છે. કેન્દ્ર દ્વારા કોઈ કદમ ઉઠાવવો જોઈએ અને જરૂરત પડે તો સેનાનો સહારો પણ લો. કોર્ટે બીજો એક કટાક્ષ કર્યો હતો કે જો  થાઈલેન્ડમાં હાઈપાવર પંપ મોકલાઈ શકે છે તો અહિયાં તે પંપ ક્યાં ગયા ?