New Delhi News: નોટ ફોર વોટ મામલે સુપ્રિમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. અદાલતે પોતાનો ચુકાદો આપતી વખતે સાત જજોની બંધારણીય બેંચના અગાઉના નિર્ણયને પલટી નાખ્યો છે. કલમ 105ને ટાંકીને તેમણે કહ્યું કે ગૃહમાં વોટના બદલામાં નોટોના કિસ્સામાં કોઈ છૂટ આપવામાં આવશે નહીં. જેથી દેશના રાજકારણ પર મોટી અસર જોવા મળશે.
નોટ ફોર વોટ મામલે સાંસદો કે ધારાસભ્યોને કાયદાકીય ધોરણે રાહત નહીં મળે. સર્વોચ્ચ અદાલતે યુકાદો આપ્યો છે કે ગૃહમાં મત માટે લાંચમાં સામેલ સાંસદો કે ધારાસભ્યો સામે કાયદાકીય કાર્યવાહીમાંથી કોઈ છૂટ આપવામાં આવશે નહીં.
Seven-judge Constitution bench of the Supreme Court rules that an MP or MLA can’t claim immunity from prosecution on a charge of bribery in connection with the vote/speech in the Parliament/ Legislative Assembly.
Supreme Court’s seven-judge bench in its unanimous view overruled… pic.twitter.com/xJ4MRWvpoO
— ANI (@ANI) March 4, 2024
સુપ્રિમ કોર્ટમાં સાત જજોની બંધારણીય બેંચે શું ગૃહમાં મતના બદલે નોટો લેનારા સાંસદો/ધારાસભ્યોનું કાયદાકીય ધોરણે રક્ષણ કરાશે કે સજાને પાત્ર બનશે? શું તેમને મળતા વિશેષાધિકારો ઢાલ બનીને ગૃહમાં કામ કરશે મુદ્દે સુપ્રિમે ચુકાદો આપ્યો છે.
5 ઓક્ટોબર 2023ના રોજ સુનાવણીમાં સાત ન્યાયાધીશોની બંધારણીય બેંચે સુનાવણી પૂર્ણ કરી, નિર્ણય અનામત રાખ્યો હતો. સુપ્રિમ કોર્ટ અનામત રાખેલા ચુકાદામાં એ પણ નક્કી કરશે કે ગૃહમાં મત માટે લાંચ લેનારા સાંસદો કે ધારાસભ્યોને કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ આપવી જોઈએ કે નહીં. CJI ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ એમએમ સુંદરેશ, જસ્ટિસ પીએસ નરસિમ્હા, જેબી પારડીવાલા, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ પોતાનો નિર્ણય જણાવશે.
અગાઉ 20 સપ્ટેમ્બરે સુપ્રિમ કોર્ટે ગૃહમાં મત માટે લાંચ આપતા સાંસદો કે ધારાસભ્યો સામે કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ પર પુનર્વિચાર કરવા સંમતિ આપી હતી. પાંચ જજોની બંધારણીય બેન્ચે વર્ષ 1998ના પી.વી. નરસિમ્હા રાવ કેસમાં તેના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો નિર્ણય લીધો હતો. પછીથી આ કેસ સાત જજોની બંધારણીય બેંચને મોકલવામાં આવ્યો હતો. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે, જે રાજકારણની નૈતિકતા પર નોંધપાત્ર અસર કરે છે. કોર્ટ એ નક્કી કરશે કે જો કોઈ સાંસદ કે ધારાસભ્ય ગૃહમાં મતદાન માટે લાંચ લે છે તો શું તેની સામે કાર્યવાહી થશે કે નહીં?
શું છે સમગ્ર મુદ્દો?
1998નો પી વી નરસિમ્હા રાવનો ચુકાદો સાંસદોને મુકદ્દમામાંથી મુક્તિ આપે છે. સુનાવણી દરમિયાન, એટર્ની જનરલ આર વેંકટરામાણીએ મુક્તિ નક્કી કરવા માટે કાર્યાત્મક પરીક્ષણનું સૂચન કર્યું અને કહ્યું કે તે પરિણામોના ડર વિના, ધારાસભ્ય કે સાંસદની ફરજ નિભાવવા માટે જરૂરી બોલવા અથવા મતદાન કરવાના કાર્યો સુધી વિસ્તારી શકે છે. હકીકતમાં, આર્ટિકલ 105(2) સાંસદોને સંસદ અથવા કોઈપણ સંસદીય સમિતિમાં તેઓએ જે કંઈપણ કહ્યું અથવા મત આપ્યો તેના સંદર્ભમાં કાર્યવાહીથી પ્રતિરક્ષા પ્રદાન કરે છે. જ્યારે કલમ 194(2) ધારાસભ્યોને સમાન સુરક્ષા પ્રદાન કરે છે.
આ પણ વાંચોઃ પર્યાવરણ પ્રેમીઓ માટે AMCની નવી પહેલ, શહેરમાં બોન્સાઈ ટોપીયોરી શોનું આયોજન
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ