cough syrup/ મોરબીમાં 1.5 કરોડનો 400 પેટી નશીલો કફ સીરપ ઝડપાયો

મોરબી સામાન્ય રીતે સિરામિક માટે જાણીતું છે, પણ હવે તે નશાકારક કફ સીરપના લીધે પણ જાણીતું થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. મોરબી જિલ્લાના એક ગોડાઉનમાંથી 400 પેટી નશીલી કફ સીરપનો જથ્થો પકડાયો છે.

Top Stories Gujarat Rajkot Breaking News
YouTube Thumbnail 2024 03 04T112935.520 મોરબીમાં 1.5 કરોડનો 400 પેટી નશીલો કફ સીરપ ઝડપાયો

મોરબીઃ મોરબી સામાન્ય રીતે સિરામિક માટે જાણીતું છે, પણ હવે તે નશાકારક કફ સીરપના (Cough Syrup) લીધે પણ જાણીતું થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. મોરબી જિલ્લાના એક ગોડાઉનમાંથી 400 પેટી નશીલી કફ સીરપનો જથ્થો પકડાયો છે.

એલસીબીની ટીમે ખાનગી ગોડાઉનમાંથી અંદાજે 1.5 કરોડની નશીલી કફ સીરપનો જથ્થો ઝડપ્યો છે. મોરબી ક્રાઇમ બ્રાન્ચ આ મામલે ફુલ એકશનમાં આવ્યું છે. મોરબીના રંગપર ગામ નજીક ખાનગી ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપાયો છે.

એલસીબી ટીમે મોડી રાત્રે કરેલી કાર્યવાહીના પગલે માહિતી અનુસાર આ સીરપનો જથ્થો ત્રિપુરાથી આવ્યો હતો. મોરબી ક્રાઇમ બ્રાન્ચે આના પગલે ગોડાઉનના સંચાલક મનીષ પટેલની પણ ધરપકડ કરી છે. આમ મોરબીના કફ સીરપના છેડા ત્રિપુરા સુધી અડયા છે.

પોલીસે નશીલી સિરપનો જથ્થો મોકલનારા રવી પટેલની ધરપકડ કરી છે. એલસીબીએ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે એલસીબી, મોરબી ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સઘન તપાસ કરી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ