Surat Case/ સુરતમાં પરિણીતાના આપઘાત મામલો, ભાઈની ફરિયાદ પર સાસુ, સસરા, નણંદ અને પતિની કરાઈ ધરપકડ

સુરતમાં પરિણીતાના આપઘાત મામલે સાસુ, સસરા, નણંદ અને પતિની ધરપકડ કરવામાં આવી છે. પરિણીતાએ 25 ફેબ્રુઆરીએ નવમાં માળેથી પડતુ મુકીને આપઘાત કર્યો હતો.

Top Stories Gujarat Breaking News
YouTube Thumbnail 2024 03 04T113437.302 સુરતમાં પરિણીતાના આપઘાત મામલો, ભાઈની ફરિયાદ પર સાસુ, સસરા, નણંદ અને પતિની કરાઈ ધરપકડ

સુરતમાં પરિણીતાના આપઘાત મામલે સાસુ, સસરા, નણંદ અને પતિની ધરપકડ કરવામાં આવી છે. પરિણીતાએ 25 ફેબ્રુઆરીએ નવમાં માળેથી પડતુ મુકીને આપઘાત કર્યો હતો. પરિણીતાના આપઘાત કરતા તેના ભાઈને શંકા જતા ફરિયાદ કરી. પરિણીતાના ભાઈની ફરિયાદ પર તેના સાસુ, સસરા, નણંદ અને પતિની પોલીસે ધરપકડ કરી. પોલીસે પરિણીતાના સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ કરી આપઘાત મામલે આગળની કાર્યવાહી હાથ ધરી.

શહેરના પાલ વિસ્તારમાં ગ્રીન સીટી વિસ્તારમાં રહેતી વર્ષાબેન પંજવાણી નામની પરિણીતાએ આપઘાત કર્યો હતો. 25 ફેબ્રુઆરીએ પરિણીતાએ અગમ્ય કારણસર ગ્રીન સિટીના નવમા માળેથી પડતૂ મૂકતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. વર્ષાબેનના લગ્ન 2015માં થયા હતા. વર્ષાબેનના પતિ શ્યામ પંજવાની રેડીમેડ કાપડની દુકાન ધરાવે છે. લગ્ન સમયે વર્ષાબેન કરિયાવરમાં મોંઘા ઘરેણાં સાથે લાવ્યા હતા. છતાં લગ્ન બાદ સાસુ કમલાબેન દ્વારા વર્ષાબેનને ઓછું કરિયાવર લાવવા મામલે અનેક વખત મહેણા ટોણા મારવામાં આવતા હતા. વર્ષાબેન પિયરમાં ભાઈ સાથે સાસરિયાનો ત્રાસ બાબતે વાત કરવી મન હળવું કરતા. સંભવત સાસરિયાનો કરિવાર મામલે ત્રાસ વધતા વર્ષાબેન નામની પરિણીતાએ આત્મહત્યા જેવું અંતિમ પગલું ભર્યું હોઈ શકે. પોલીસે હાલમાં સાસરિયા પક્ષના સાસુ, સસરા, નણંદ અને પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાલનપુર-દાંતા હાઈવે પર અકસ્માતની ઘટના, 2 લોકોના મોત

આ પણ વાંચો:મહાશિવરાત્રિના મેળામાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા વહીવટી તંત્રનો ભક્તોને અનુરોધ