અમદાવાદ/ ટોરેન્ટ પાવરનું સર્ચ ઓપરેશન દરમિયાન પોળના લોકોએ કર્યો પથ્થરમારો, ટોરેન્ટના 4 અને 3 પોલીસ કર્મી ઘાયલ

તંબુ ચોકી પાસે નગીના પોળમાં લોકોએ પથ્થરમારો કર્યો હતો. ટોરેન્ટના 4 અને 3 પોલીસ કર્મી ઘાયલ થયા છે. પથ્થરમારો થતા પોલીસ અધિકારી એક્શન મોડમાં…

Top Stories Ahmedabad Gujarat
સર્ચ ઓપરેશન
  • અમદાવાદમાં ટોરેન્ટ પાવરનું મેગા સર્ચ ઓપરેશન
  • સર્ચ ઓપરેશન દરમ્યાન પથ્થરમારની ઘટના
  • ગેરકાયદેસર વીજ જોડાણ ઝડપાતા લોકો ઉશ્કેરાયા
  • તંબુ ચોકી પાસે નગીના પોળમાં લોકોએ કર્યો પથ્થરમારો
  • ટોરેન્ટના 4 અને 3 પોલીસ કર્મી ઘાયલ
  • પથ્થરમારો થતા પોલીસ અધિકારી એક્શન મોડમાં

અમદાવાદ શહેરમાં ગેરકાયદે વીજ જોડાણને લઈ ટોરેન્ટ પાવરે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દરિયાપુર વિસ્તારમાં પોલીસ કાફલા સાથે ટોરેન્ટના અધિકારીઓએ દરોડા પાડ્યા છે. દરોડામાં એક DCP, બે ACP, એક પીઆઈ અને અન્ય 200 પોલીસ કર્મચારીઓ સામેલ છે.સાથે જ ટોરેન્ટ પાવરના 20 અધિકારીઓ અને 150થી વધુ કર્મચારીઓ દરોડામાં જોડાયા છે.તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં વીજ ચોરી ઝડપાવવાની સંભાવના છે.

આ પણ વાંચો :રાહુલ ગાંધીએ જાહેર કરેલા કોરોનામાં મોતના આંકડાથી ભડક્યું ભાજપ, જીતુ વાઘાણીએ કહ્યું…

અમદાવાદમાં ટોરેન્ટ પાવરનું મેગા સર્ચ ઓપરેશન દરમિયાન પથ્થરમારની ઘટના સામે આવી છે. ગેરકાયદેસર વીજ જોડાણ ઝડપાતા લોકો ઉશ્કેરાયા હતા. તંબુ ચોકી પાસે નગીના પોળમાં લોકોએ પથ્થરમારો કર્યો હતો. ટોરેન્ટના 4 અને 3 પોલીસ કર્મી ઘાયલ થયા છે. પથ્થરમારો થતા પોલીસ અધિકારી એક્શન મોડમાં આવી ગયા છે.

આ પણ વાંચો :રાજયમાં ત્રણેય સિઝનની અસરથી રોગચાળો ફાટી નિકળ્યો,ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળે છે

આ પણ વાંચો :ઈંટ ઉત્પાદકોને હવે મળશે ઓફલાઇન NA પરવાનગી

આ પણ વાંચો :બિન અધિકૃત નદીની રેતી ભરેલ ડમ્પર અને હીટાચી સહિત રૂ 80 લાખ નો મુદ્દામાલ કબ્જે કરાયો