ઉત્તરપ્રદેશ/ લગ્ન માટે છોકરી જોવા જતા પરિવારને અકસ્માત, સાત જણાના મોત

બન્ને વાહનોના ડ્રાઈવરોની લાપરવાહીને કારણે સર્જાયો અકસ્માત

Top Stories India
YouTube Thumbnail 2024 03 10T180057.164 લગ્ન માટે છોકરી જોવા જતા પરિવારને અકસ્માત, સાત જણાના મોત

@નિકુંજ પટેલ

ઉત્તરપ્રદેશના જૌનપુરમાં માર્ગ અકસ્માતમાં સાત જણાના મોત નીપજ્યા છે. બન્ને વાહનોનાન ડ્રાઈવરોની લાપરવાહીને કારણે આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૃતકોમાં 9 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. છોકરી જોવા જતા પરિવારનો આનંદ એક પળમાં માતમમાં ફેરવાઈ ગયો હતો.

આ બનાવ જૌનપુરમાં રવિવારે સવારે અંદાજે 3.30 વાગ્યે બન્યો હતો. બિહારના સીતામઢી જીલ્લાના રહેતા 9 જણા કારમાં બેસીને છોકરી જોવા માટે પ્રયાગરાજ જઈ રહ્યા હતા. જ્યારે તેમની કાર ગૌરા બાદશાહપુર વિસ્તારમાં પહોંચી ત્યારે કાર એક ટ્રકમાં ઘુસી ગઈ હતી. આ બનાવમાં કારમાં બેઠેલા 9 જણાના ઘટનાસ્થલે જ મોત નીપજ્યા હતા. એક ઘાયલ વ્યક્તિનું હોસ્પિટલમાં મોત નીપજ્યુ હતું. બીજીતરફ ટ્રક ડ્રાઈવર ટ્રક મુકીને ભાગી ગયો હતો.

અકસ્માત એટલો ગંભીર હતો રોડ પર છ જણાના મૃતદેહ પડ્યા હતા અને 3 જણા દર્દને કારણે કણસી રહ્યા હતા. સ્થાનિક લોકોએ ઘાયલોને કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ અકસ્માતમાં બે કારણો સામે આવ્યા છે. એક કારણ યુ ટર્ન છે. રાતના અંધારામાં માલ ભરેલો ટ્રક યુ ટર્ન લઈ રહ્યો હતો. ટ્રક ડ્રાઈવરે અચાનક ટ્રક પાછળ લેતા કાર ટ્રકમાં ઘૂસી ગઈ હતી. બીજુ કારણ ડ્રાઈવરને ઝોકુ આવી જતા અકસ્માત સર્જાયો હોવાની શક્યતા છે. પરિવારના લોકો રાત્રે 12 વાગ્યે પ્રયાગરાજ જવા માટે નીકળી ગયા હતા. જેમાં ડ્રાઈવરને ઝોકુ આવી ગયું હતું. જેમાં ઝટકો લાગતા યુ ટર્ન લઈ રહેલી ટ્રકમાં ઘુસી ગઈ હતી. મૃતકોમાં પિતા પુત્રનો પણ સમાવેશ થાય છે. અકસ્માતને કારણે જોરદાર અવાજ આવતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ બોલાવીને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

અખબારી અહેવાલો અનુસાર મૃતકો એક જ પરિવારના હોવાનું બહાર આવ્યું છે. મૃતકોમાં યુવકના પિતા, 2 ભાઈ, 6 વર્ષનો ભત્રીજો, ભાભી, કાકા અને મામીનો સમાવેશ થાય છે. બનાવ બાદ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રક કબજે કરીને આરોપીની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજસ્થાનમાં આવતીકાલે સવારથી 48 કલાક બંધ રહેશે પેટ્રોલ પંપ, જાણો કેમ થઈ રહી છે હડતાળ

આ પણ વાંચો:NDA માં ચંદ્રબાબુ નાયડુની ફરીથી એન્ટ્રી, આંધ્રપ્રદેશમાં ડીલ થઈ ફાઇનલ, જાણો શું છે ફોર્મુલા?

આ પણ વાંચો:TMCના લોકોને ભત્રીજાની અને કોંગ્રેસને દીકરા-દીકરની ચિંતા, PM નરેન્દ્ર મોદીનો પરિવારવાદ પર પ્રહાર

આ પણ વાંચો:ગૃહમંત્રી અમિત શાહે લાલુ યાદવને આપી ચેતવણી, કહ્યું- જમીન પર અતિક્રમણ કરનારાની ખેર નહીં