Bharat Chhabda/ કિરણ પટેલ તેમજ રૂપેશ દોશી બાદ વધુ એક મહાઠગ ઝડપાયો

 મહાઠગ કિરણ પટેલ તેમજ રૂપેશ દોશી બાદ વધુ એક મહાઠગ સામે આવ્યો છે જેનું નામ છે ભરત છાબડા જીહા…સરદારનગરમાં રહેતા એક બિલ્ડર સહિત બે લોકોએ આરોપી ભરત છાબડા સામે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે.

Top Stories Gujarat Breaking News

Ahmedabad News: મહાઠગ કિરણ પટેલ તેમજ રૂપેશ દોશી બાદ વધુ એક મહાઠગ સામે આવ્યો છે જેનું નામ છે ભરત છાબડા જીહા…સરદારનગરમાં રહેતા એક બિલ્ડર સહિત બે લોકોએ આરોપી ભરત છાબડા સામે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે, માહિતી અનુસાર પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.આપને જણાવી દઈએ  આરોપીએ પોતે કેન્દ્રીય ઉચ્ચ સુરક્ષા એજન્સીમાં મોટો અધિકારી હોવાની ઓળખ આપી હતી. તેમજ સરકારી અધિકારીની બદલી કે સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવ્યા હતા. આ સિવાય આ ઠગે કોઈ વ્યક્તિના પિતાને જેલમાંથી છોડાવી આપવા માટે પૈસા લીધા હતા.ત્યારે હવે મહાઠગ કિરણ પટેલ તેમજ રૂપેશ દોશી બાદ વધુ એક ઠગની એન્ટ્રી થઇ છે.

માહિતી અનુસાર સરદારનગરમાં રહેતા પ્રશાંતભાઇ તમંચે વર્ષ 2015થી 2021માં ભરત છાબડાના સંપર્કમાં આવ્યા હતા.  જ્યાં તેને પોતાની કેન્દ્રીય ઉચ્ચ સુરક્ષા એજન્સીમાં મોટા અધિકારી તરીકેની ઓળખ આપી હતી. આ સિવાય તેમને ધંધામાં સેટ કરવાની તેમજ અધિકારીની બદલી, આ સિવાય સરકારી કોન્ટ્રાક્ટનું કામ જેવા સરકારી કામકાજ કરાવી આપી ફાયદો કરાવી આપવાનું કહીને ઠગાઇ કરી હતી.

આપને જણાવી દઈએ આરોપી ભરત છાબડા મૂળ હરિયાણાનો રહેવાસી છે. જે ઘણા લાંબા સમયથી અમદાવાદમાં રહેતો હતો. માહિતી અનુસાર તેને  અનેક લોકો સાથે ઠગાઇ કરી છે. હાલ બે ભોગ બનનાર સામે આવતા પોલીસે ગુનો નોંધ્યો છે. તો આરોપીએ અન્ય લોકો સાથે પણ ઠગાઇ આચરી હોવાની શંકા છે. આરોપીએ રોકડા લેવાની સાથે સાથે 22 હજારના પતંગ ખરીદ્યા હતા અને ગાડીમાં ફરીને હોટલમાં જમ્યો તેનું બિલ પણ આપ્યુ ન હતું.

આ પહેલા પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)નો અધિકારી હોવાનો દાવો કરનાર અને પાકિસ્તાન બોર્ડર પર ગયેલો કિરણ પટેલ ગયા વર્ષે ઝડપાયો હતો. તેણે અમદાવાદના IPS અધિકારીઓ સહિત અનેક લોકોને ફસાવ્યા હતા. હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ચોપડે કિરણ પટેલ પાર્ટ ટુમાં એ જ રૂપેશ દોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. રૂપેશ પ્રધાનમંત્રી કાર્યાલયનો ઉચ્ચ અધિકારી હોવાનો દાવો કરીને છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદના વિવિધ અધિકારીઓની મુલાકાત લેતો હતો. તે હોટલોમાં ભોજનથી લઈને નાસ્તા સુધીની દરેક વસ્તુની વ્યવસ્થા કરતો હતો અને એરપોર્ટ જવા માટે અને મોલમાં ખરીદી કરવા માટે લક્ઝુરિયસ કારની પણ વ્યવસ્થા કરતો હતો. જેને પોલીસે ઝડપી પડ્યો હતો ત્યારે ફરી આવોજ એક ઠગ ઝડપાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં આજે વરસાદ ત્રાટકશે, કેવું રહેશે હવામાન

આ પણ વાંચો:અમદાવાદમાં વસ્ત્રાલ વોર્ડમાં તંત્રની નબળી કામગીરી, ફરીથી ભુવો પડતાં પ્રજા રોષમાં

આ પણ વાંચો:દક્ષિણ ગુજરાતમાં નદીઓમાં ઘોડાપૂર, રસ્તાઓ અને પુલ પર આવનજાવનનો પ્રતિબંધ