Vadodara News : વડોદરામાં કાર ચાલક નબીરાએ હત રાત્રે દોરદાર અકસ્માત સર્જ્યો હતો. આ બનાવ કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે બન્યોહતો. ગત રાત્રે બનેલા આ અકસ્માતમાં કાર ચાલકે એક સાથે 3 ટુ વ્હીલર સવારોને અડફેટે લેતા ગભરાય ફેલાયો હતો. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે એક યુવતીનું મોત નીપજ્યુ હતું. જ્યારે 7 લોકોને ગંભીર ઈજા થઈ હતી. એક જ આ અકસ્માતમાં એક જ પરિવારના બે ભાઈ-બહેન ભોગ બન્યા હતા. ભાઈ-બહેન ફાલુદા પી ઘેર પરત ફરતા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો.
અકસ્માતમાં વિકાસ કેવલાની, જયેશ અને કોમલ ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત કોમલની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજીતરફ અકસ્માત સર્જનાર કાર ચાલક રક્ષિત ચોરાસીયાએ લૂલો બચાવ કર્યો હતો. જેમાં તેણે મેં કોઈ દારૂ કે ડ્રગ્સનું સેવન કર્યું ન હોવાનું જણાવ્યું હતું.
ઉપરાંત રોડ પર મોટો ખાડો આવ્યો અને એરબેગ ખુલી ગઈ, એમ જણાવ્યું હતું. વધુમાં આરોપીએ એક એકટીવા અડફેટમાં આવ્યું બીજી કોઈ ખબર નથી, એમ કહ્યું હતું. હું ઘાયલ અને મૃતકના પરિવાર જે કહેશે તે પ્રમાણે કરવા તૈયાર છું, એમ કહ્યું હતું. ઉપરાંત આરોપી વાહનચાલકે મારી ગાડી માત્ર 50થી 60ની સ્પીડે જ ચાલતી હોવાનો દાવો કર્યો હતો.
આ પણ વાંચો:ટ્રક પાછળ જીપ ઘુસી જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોતના CCTV આવ્યા સામે
આ પણ વાંચો:ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર સર્જાયો ગોઝારો અકસ્માત, 4નાં મોત
આ પણ વાંચો:ધરમપુર ખાતે અકસ્માત સર્જાતા પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનું મોત

