Vadodara News: વડોદરા અને આણંદને જોડતો મહિસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા પુલ આજે સવારે અચાનક તૂટી પડ્યો, જેના કારણે અફડાતફડી મચી ગઈ. પાદરા તાલુકાના મુંજપર ગામ પાસે આવેલો પુલ ધરાશાયી થવાથી અનેક વાહનો નદીમાં પડી ગયા. આ આ દુર્ઘટનાનો મૃત્યુઆંક દસ પર પહોંચી ગયો છે.
દુર્ઘટના વચ્ચે એક મહિલા હૈયાફાટ રુદન કરી પોતાનો વહાલસોયો પુત્ર, પુત્રી અને પતિ ડૂબ્યો હોવાનું જણાવી રહી છે. હાલમાં દુર્ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં એકઠાં થયાં છે, જ્યારે રેસ્ક્યૂ ટીમો અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. મહિલાનું આ આક્રંદ તમારાં પણ રૂંવાડાં ઊભાં કરી દેશે.
આ મહિલાએ જણાવ્યું હતું કે હું,મારો છોકરો, છોકરી, ઘરવાળા અને જમાઈ સહિત કુલ સાત લોકો એક પ્રાઇવેટ ગાડીમાં બગદાણા જઈ રહ્યા હતા. સવારે સાત વાગ્યે પુલ પર પહોંચતા જ આગળથી એક ટ્રક આવી અને અચાનક તેમની ગાડી સાથે પુલ પણ બેસી પડ્યો અને સીધા ઉપરથી નીચે પાણીમાં ગરકાવ થઈ ગયા. હું ડીકી પાસે બેઠી હોવાથી કાચ તોડીને બહાર નીકળી ગઈ. જોકે ગાડી લોક થઈ ગઈ અને ઉપર ટ્રક પડ્યો હોવાથી બે વર્ષનો બાબો અને છ વર્ષની બેબી સહિત ગાડીમાં ફસાયેલા અન્ય કોઈને બચાવી શકી નહીં, હું સતત એક કલાક સુધી “બચાવો બચાવો”ની બૂમો પાડતી રહી કોઈ મદદે ન આવ્યું. પછી સ્થાનિકોએ મને બહાર કાઢી હતી.
આ મહિલાની વાત સાંભળીએ તો એમ જ લાગે કે અમદાવાદના પ્લેન ક્રેશમાં પણ વિશ્વાસ નામનો યુવાન ઇમરજન્સી ગેટ પાસે હતો અને પ્લેન તૂટી પડ્યું ત્યારે તે ગેટ ખોલીને બહાર નીકળી જતાં બચી જવા પામ્યો હતો, જો કે તેનો ભાઈ મૃત્યુ પામ્યો હતો. જ્યારે આ દુર્ઘટનામાં તે હતભાગી સ્ત્રી બચી ગઈ, પરંતુ તેનો પુત્ર, પુત્રી અને પતિ ત્રણેયના મોત થયા હતા. આમ તેનું આખું કુટુંબ અને સંસાર ખતમ થઈ ગયો હતો. તેના કારણે તે સ્ત્રી હૈયાફાટ રૂદન કરતી હતી.
આ પણ વાંચો:વડોદરા પુલ ધરાશાયી: જો સ્થાનિક લોકો મદદ માટે ન આવ્યા હોત તો મૃત્યુઆંક વધુ હોત
આ પણ વાંચો:LIVE: ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 10 લોકો મોતને ભેટ્યા,મૃતકોની યાદી આવી સામે
આ પણ વાંચો:ગંભીરા બ્રિજ જ નહીં રાજ્યમાં આવી અનેક દુર્ઘટના રાહ જોઈને હજી ઊભી છે
