Surendranagar News: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર એક ભયાનક અકસ્માત (Accident) થયો છે. હરિપર બ્રિજ પાસે ખૂબ જ ઝડપે જઈ રહેલી એક ઈકો કાર આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં ઈકો કારમાં સવાર સાત લોકોમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા.

આ ભયાનક અકસ્માતની માહિતી મળતાં, ધ્રાંગધ્રા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, અને મૃતદેહને પોતાના કબજામાં લીધો હતો અને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

આ પણ વાંચો:સિરોહી-આબુ રોડ પર વહેલી સવારે સર્જાઈ દુર્ઘટના
આ પણ વાંચો:અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના, હેલ્મેટ પહેર્યું છતાં જીવ ગયો!
આ પણ વાંચો: અરવલ્લી પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત અને બેને ઇજા
