GUJARAT ACCIDENT/ સિરોહી-આબુ રોડ પર વહેલી સવારે સર્જાઈ દુર્ઘટના

આ અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

Top Stories Gujarat Breaking News

Gujarat News: સિરોહી-આબુ રોડ નેશનલ હાઈવે (National Highway) 27 પર આજે વહેલી સવારે દુર્ઘટના સર્જાઈ હતી. અમદાવાદથી જાલોર જઈ રહેલી એક કાર ટ્રેલરના પાછળના ભાગમાં અથડાઈ. આ અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

સિરોહી(Sihori)-આબુ રોડ (Abu road) નેશનલ હાઇવે 27 પર આજે સવારે એક દુ:ખદ માર્ગ અકસ્માત (Accident) થયો હોવાના સમાચાર આવ્યા છે. આ અકસ્માત આબુ રોડ નજીકના વિસ્તારમાં થયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અમદાવાદથી જાલોર જઈ રહેલી એક કાર ટ્રેલરના પાછળના ભાગમાં અથડાઈ હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત સ્થળે ટ્રેલર અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

આ દુ:ખદ ઘટનાના સમાચાર મળતા જ સિરોહી પોલીસ સ્ટેશનની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જેને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે મોકલવામાં આવી હતી. ગંભીર રીતે ઘાયલ મહિલાને સારવાર માટે સિરોહી હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. જ્યારે 6 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે આબુ રોડ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એક જ પરિવારના 6 લોકોના મોતથી વિસ્તારમાં શોકનો માહોલ છે.

આબુ રોડ પર વિનાયક પેટ્રોલ પંપ પાસે થયેલા અકસ્માતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પર વધુ સાવધાની રાખવાની જરૂરિયાત વધારી દીધી છે. સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર અકસ્માતો અટકાવવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે કડક પગલાં લેવાનો આગ્રહ રાખી રહ્યા છે. જોકે, અહીં અકસ્માતો થતા રહે છે. ખાસ વાત એ છે કે અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે, જેના કારણે ઘટના સ્થળે લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદના નરોડામાં હિટ એન્ડ રન, બેફામ દોડતી કારે વૃદ્ધને ઉડાવ્યા

આ પણ વાંચો: વલસાડમાં હિટ એન્ડ રનમાં બેના મોત

આ પણ વાંચો: અરવલ્લી પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત અને બેને ઇજા